Abtak Media Google News

બિગ બ્રાન્ડસ-બિગ ડીલ્સ ઓફર

ઓફર ફકત ૧૦ દિવસ માટે ઉપલબ્ધ: જેક એન્ડ જોન્સ, વેરો મોડા, પેપે, સ્પાયકર લિવાઈસ તેમજ ફૂટવેરમાં એડિડાસ, રીબોક, સ્કેચર્સ અને ફિલા સહિતની બ્રાન્ડસમાં અઢળક વેરાયટી

બ્રાન્ડ ફેકટરી દ્વારા બિગ બ્રાન્ડસ – બિગ ડીલ્સ ઓફરની જાહેરાત કરવામાં આવી છે જે ૨૫ જુલાઈ ૨૦૨૦ સુધી ચાલશે. આ ૧૦ દિવસની બિગ ડીલ જેક એન્ડ જોન્સ, વેરો મોડા, પેપે જિન્સ, સ્પાયકર, રેંગલર, લી, ફલાઈંગ મશીન, પાર્ક એવન્યુ, ડબલ્યુ, એલન સોલી, રોગ, લિવાઈસ જેવી અને ઘણી વધુ મોટી બ્રાન્ડસ પર ફલેટ ૬૦ ટકાની છુટ ઉપલબ્ધ છે પરંતુ બસ આટલું જ નહીં, અમે અદિદાસ, રીબોક, સ્કેચર્સ, ફિલા, લોટ્ટો, ડીએફવાય, ચેમ્પિયન, ક્ધવર્ઝ, સ્પંક અને ઘણી વધુ – જેવી બ્રાન્ડસ પર સ્પોર્ટ ફુટવેર બ્રાન્ડસ પર ફલેટ ૫૦ ટકાની છુટ પણ ઓફર કરી રહ્યા છીએ. આનાથી વધુ સારું શું હોઈ શકે !

બ્રાન્ડ ફેકટરી પર સલામત અને ખુશીઓથી ભરપુર ફેમિલી શોપિંગ અનુભવનો આનંદ લો અને ટ્રેન્ડી ટીશર્ટ, શર્ટ, ચિનોઝ, જિન્સથી લઈને સ્ટાઈલિશ ટોપ્સ અને સ્કર્ટ અને બીજી ઘણી આઈટમ્સની ફલેટ ૬૦ ટકાની છુટ પર બધુ જ ખરીદી કરો. તમારો સ્પોર્ટ કવોશન્ટ પણ જગાવો અને અમારા સ્પોર્ટ શૂઝ કલેકશન, જોગર્સ, ટ્રેકસ, શોર્ટ્સ, ટીશર્ટની વિશાળ શ્રેણી સાથે ફિટનેસ મોડમાં આવવા માટે તૈયાર થઈ જાઓ, સૂચિ અનંત છે જેમાં તમારી મનપસંદ સ્પોર્ટ બ્રાન્ડસથી લઈને બંધુ જ ફલેટ ૫૦ ટકાની છુટ પર મેળવો. તો તમે શેનો પ્રતિકાર કરી રહ્યા છો !

સર્વપ્રથમ-સલામતીના અભિગમ સાથે, અમે ‘સહાયિત શોપિંગ’ જેવી ખરીદીની સલામત પઘ્ધતિઓ પણ રજૂ કરી છે જયાં અમારો સ્ટોર સ્ટાફ તમારી તમામ ખરીદીની આવશ્યકતાઓમાં તમને મદદ કરશે જેથી તમે અમારા સ્ટોર પર સંપર્ક-મુકત ખરીદી કરી શકો અને વર્ચ્યુઅલ શોપિંગ કે જેના દ્વારા તમે અમારા નિષ્ણાંત સ્ટાફની વિડિઓ કોલ સહાય વડે તમારા ઘરેથી જ આરામદાયક ખરીદી કરી શકશો. તમારે ફકત ૭૫૦૬૩ ૧૩૦૦૧ પર એક મિસ-કોલ આપીને એપોઈન્ટમેન્ટ બુક કરવાની રહેશે.

ગ્રાહકો મનપસંદ બ્રાન્ડની મન મુકીને ખરીદી કરી શકશે: સીઈઓ સુરેશ સાધવાની

બ્રાન્ડ ફેકટરીના સીઈઓ સુરેશ સાધવાની કહે છે – ‘અમે આ વિશિષ્ટ ‘બિગ બ્રાન્ડસ – બિગ ડીલ્સ’ શોપિંગ ફેસ્ટીવલ તૈયાર કર્યો છે, ખાસ કરીને હાલના માહોલને ધ્યાનમાં રાખીને જયાં દરેક જણ બ્રાન્ડસ પર કોઈપણ પ્રકારના સમાધાન વગર કે કોઈપણ ટ્રેન્ડસ ગુમાવ્યા વિના પોતાના પૈસા સામે વધુ મૂલ્ય મેળવવા ઈચ્છે છે. ઉપરાંત, અમારા સ્ટોર્સમાં લેવામાં આવેલા ઉન્નત સલામતીનાં પગલા અમારા તમામ ગ્રાહકોને અત્યંત આવશ્યક ખાતરી પુરી પાડે છે કે બ્રાન્ડ ફેકટરી ખાતે તમે ચિંતા-મુકત ખરીદી કરી શકો છો, કારણકે અમે ખરીદી પર મોટી છૂટ ઓફર કરીએ છીએ પરંતુ સલામતી પર કોઈ છૂટ નથી. તો ચાલો ખરીદી શરૂ કરીએ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.