Abtak Media Google News

આત્મીય કોલેજનાં પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન: ફિલ્મ અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી પણ આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી ભારતનું શાસન સંભાળે તેવા હેતુથી બ્રાહ્મણ સમાજની બહેનો દ્વારા આવતીકાલે આત્મીય કોલેજનાં પ્રાંગણમાં બ્રહ્મયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિગતો આપવા બહેનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

બહેનોએ જણાવ્યું હતું કે, આજે ગરીબ વર્ગની બહેનોને ધુમાડાવાળા ચુલામાંથી મુકિત અપાવી નિ:શુલ્ક ગેસ કનેકશન આપ્યા, ફાનસની જંજટમાંથી મુકિત અપાવી, ઈલેકટ્રીક લાઈટ આપી, બહેનોના નામે ઘરના ઘર, દરેક ઘરે શૌચાલય, નોકરીમાં પ્રાથમિકતા અને સલામતી, ઉધોગો અને લશ્કરમાં મહિલાઓની ભરતી કરી નવું ભારત બનાવ્યું છે. આજે સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી પણ બહેન છે. આ રીતે ખરા અર્થમાં સ્ત્રી સશકિતકરણ થયું છે. મુસ્લિમ બહેનોને પણ માનવ અધિકારનો સંપૂર્ણ લાભ મળે તેવા પ્રયત્ન કર્યા છે. ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં આ કર્મઠ અને રાષ્ટ્રભકત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જંગી બહુમતીથી ભારતની શાસન ધુરા સંભાળે અને નવો ઈતિહાસ બનાવે તે માટે વિશ્ર્વ કલ્યાણના હેતુથી બ્રહ્મયજ્ઞનું આયોજન બ્રાહ્મણ સમાજની બહેનો દ્વારા કાલાવડ રોડ પર આવેલા આત્મીય કોલેજના પ્રાંગણમાં આવતીકાલે સાંજે ૫:૦૦ કલાકે કરેલ છે.

બ્રહ્મયજ્ઞમાં ૧૧ યજ્ઞ કુંડ રહેશે, દરેક યજ્ઞ કુંડ પર ચાર બહેનો યજમાન તરીકે આહુતી આપશે અને શાસ્ત્રી તેજસભાઈ પંડયા અને મનીષભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ૧૧ ઋત્વીજો વેદોકત મંત્રોચ્ચારથી આ બ્રહ્મયજ્ઞ મારફતે નરેન્દ્રભાઈ મોદીને વિશ્ર્વ વિજયના આર્શીવચન આપશે. આ બ્રહ્મ યજ્ઞને સફળ બનાવવા માટે બ્રહ્મ શકિતના સર્વેશ્રી રૂપાબેન શીલુ, ધરાબેન વૈષ્ણવ, સુરભીબેન આચાર્ય, વંદનાબેન ભારદ્વાજ, લીનાબેન શુકલ, ભાવનાબેન જોશી, જાગૃતીબેન દવે, માધવીબેન ઉપાધ્યાય, ધાત્રીબેન ભટ્ટ, રશ્મિબેન જાની, કાશ્મીરાબેન પાઠક, સોનલબેન ઠાકર, રીટાબેન લખલાણી, શોભનાબેન ભટ્ટ, રક્ષાબેન જોષી, નિલમબેન ભટ્ટ સહિતના બહેનો પ્રયત્નશીલ છે. આ બ્રહ્મ યજ્ઞ પુરો થયે ૭:૦૦ કલાકે આશીર્વાદ સંમેલન શરૂ થશે. જેના અધ્યક્ષસ્થાને ભાગવતાચાર્ય આદરણીય અશોકભાઈ ભટ્ટ છે અને મુખ્ય વકતા તરીકે જાણીતા નાટયકાર અને હિન્દી ફિલ્મ અભિનેતા પદ્મશ્રી મનોજભાઈ જોશી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.