Abtak Media Google News

નવ સંતોને નવદિવસના ઉપવાસ: હજારો ભાવિકોએ લીધા તપ વ્રતના નિયમો

સુરત સ્વામીનારાયણ ગુરુકુલમાં ચૈત્રી નવરાત્રી નિમિતે બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ધંધાનું ફળ જેમ ધન છે. પૈસા મેળવવા સહુ મહેનત કરે છેતેમ ભગવાનને વિષે પ્રેમ પ્રગટે એ ભકિતનું ફળ છે. એ અર્થે ભકતે ઉધમ કરવો પડે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અઘ્યાત્મ માર્ગે ભગવાનમાં જો પ્રેમ ન પ્રગટે તો ભકતની ક્રિયા જ રહે છે. ભકિત બનતી નથી. ભકિતના પ્રાગટય અર્થે ભકત ભગવાનને વસ્ત્ર, અલંકાર, ભોજન, દંડવત, પ્રદક્ષિણા યજ્ઞયણાદિક દ્વારા ભગવાનમાં હેઠાણા બનવાનું છે.

ભગવાનશ્રી રામ અને ભગવાનશ્રી સ્વામીનારાયણનું પ્રાગટય ચૈત્ર સુદી નવમીને દિને થયું છે. પ્રભુ પ્રાગટય પૂર્વેના નવ દિવસો અતિ પવિત્ર છે જે ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખાય છે. તે સાધકો ત્યારે પોતાના ઇષ્ટદેવ કે માતાજીની આરાધના કરી પ્રસન્નતા મેળવે છે. ત્યારે વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુલ સુરત પરિવાર દ્વારા આ નવરાત્રી ભગવાનને રાજુ કરવા છેલ્લા ત્રણ વર્ષથી વિશિષ્ટ રીતે ઉજવણી કરે છે. આ વર્ષે ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ સંતો ભકતોને ભગવાનમાં જોડાવા પ્રેમ વધારવા એકટાણા ફરાળ ફળાહાર ઉપવાસ વગેરે તપના અને વચનામૃત ભકતચિંતાવલી વાંચનના તથા મંત્ર જપના નિયમો આપ્યા છે.

પ્રભુ સ્વામીના જણાવ્યાનુ સાર ૭૦૦૦ થી વધુ મહીલા પુરુષો એક સમય ભોજન લેવાનું ૩૦૦ ભકતોએ ફરાળ કે ફલાહાર જયારે નવ સંતોએ નવ દિવસના સજળા ઉપવાસના નિયમો લીધા છે. આ દિવસો દરમ્યાન પરબ્રહ્મોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભકતો ભકિતભાવથી જોડાઇ ભગવાનનું રાજી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.