Abtak Media Google News

નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો ધરાવતા નવા બિલ્ડીંગનું આજે રેન્જ આઈજી ડી.બી.વાઘેલા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.પોલીસનું અપમાન મારું અપમાન , પોલીસ નું સન્માન મારું સન્માન માટે પોલીસે એવું કામ ન કરવું જેથી પોલીસના નામ અને ખાખી ને ડાઘ લાગે લોકો પોલીસ ને સ્વમાન થી નિહાળે ફરિયાદી અરજદારને પૂરતું સન્માન આપવું જેથી પોલીસ નું સ્વમાન જળવાય તેવું કામ કરવુ

Img 20181224 Wa0040

આ શબ્દો બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ડી.બી. વાઘેલા સાહેબે નખત્રાણા પોલિસ મથકના વિવિધ વર્ગો ધરાવતી બિલ્ડીંગનું લોકાર્પણ કરતા કહ્યું હતું. તેમજ નખત્રાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ નું સન્માન જળવાય છે કે કેમ તેની માહિતી મેળવી હતી.નખત્રાણા પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોના લાયબ્રેરી રૂમ ક્રાઈમ રૂમ , એલ.આઈ.બી રૂમ , એકાઉન્ટ રૂમ , નાગરિક સુરક્ષા રૂમ સહિત ના રૂમો નું આજે લોકાર્પણ કરવામા આવ્યુ હતું.

Img 20181224 Wa0042

આ તકે પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસ વડા એસ. પી.ભરાડા , નખત્રાણા ડીવાયએસપી શ્રી યાદવ , નખત્રાણા પીએસઆઈ એલ.પી.બોડાણા ,મહિલા પીએસઆઈ વારોતરિયા સહિત ના અધિકારી તેમજ નખત્રાણા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.