Abtak Media Google News

હેમુગઢવી હોલ ખાતે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પુસ્તકના લેખક ડો.હરીંદ્ર શ્રીવાસ્તવ ઉપસ્થિત રહેશે

શહેરના ટાગોર રોડ પર આવેલા હેમુગઢવી નાટયગૃહ (મિની થીયેટર) ખાતે આગામી તા.૨૮ સપ્ટેમ્બરને શુક્રવારે સાંજે ૭:૩૦ થી ૧૦ કલાકે શહીદ વીર ભગતસિંહજીની જન્મજયંતીએ ક્રાંતિ સૂર્ય વીર વિનાયક દામોદર સાવરકર પર ખોટી રીતે કરાયેલા કોર્ટ કેસો પર પુસ્તકનું વિમોચન કાર્યક્રમ શ્રી ગંભીરસિંહ જીલુભા જાડેજા (જાબીડા) ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વિગત મુજબ ક્રાંતિ સુર્ય વીર વિનાયક દામોદર સાવરકર ઉપર ઈંગ્લેન્ડમાં, નાસિકમાં ષડયંત્ર, ગાંધી વધ સહિત ચાર કોર્ટ કેસો ખોટી રીતે કરવામાં આવેલા જે અંતર્ગત હરિયાણાના ગુરુગ્રામના વતની અને વીર સાવરકરજી પર વિશ્ર્વમાં પ્રથમ પીએચડી કરનાર ડો.હરીંદ્ર શ્રીવાસ્તવજીએ સાવરકર પર લગાડવામાં આવેલા ખોટા આરોપો અંતર્ગત ‘અદ્વિતીય અદભુત’ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે.

પુસ્તકનું આગામી તા.૨૮ને શુક્રવારે શહીદ વીર ભગતસિંહજીની જન્મજયંતીએ સાંજે ૭:૩૦ થી ૧૦ કલાકે હેમુગઢવી નાટયગૃહ (મીની થીયેટર) ખાતે યોજાશે. આ પુસ્તક વિમોચન કાર્યક્રમના અધ્યક્ષ કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પુસ્તકના લેખક અને મુખ્ય વકતા ડો.હરીંદ્ર શ્રીવાસ્તવજી ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનું આયોજન શ્રી ગંભીરસિંહ જીલુભા જાડેજા (જાબીડા) ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ડો.યોગરાજસિંહ જાડેજા અને ડો.ઋષિરાજ જોષી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.