Abtak Media Google News

બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

ઉલ્લેખનીય છે કે, નરગીસ ફખરીબોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.