Abtak Media Google News

SOGની ટીમે 10,718 નો મુદ્દામાલ કબજે કર્યો : દોઢ માસથી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો 

ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે પરપ્રાંતિય શખ્સ કોઇ પણ મેડિકલની ડિગ્રી વગર ડોક્ટર હોવાની ઓળખ આપી પ્રેકટીસ કરતો હોવાની બાતમી એસઓજી ટીમને મળી હતી આથી એસઓજી ટીમના દાદુભાઇ, મહિપતસિંહ, ડાયાલાલ, વિક્રમભાઇ સહીતનાએ મેથાણ પીએચસીના ડો. રોહન પટેલને સાથે રાખી રાજચરાડી ગામે દરોડો કર્યો હતો. જ્યાં છેલ્લા દોઢ માસથી મકાન ભાડે રાખી ક્લીનીક ચલાવતા પશ્ચિમ બંગાળના રાંદીયા જિલ્લાના બીરા ગામના ગૌતમ ઉર્ફે રાજુ અશોકભાઇ બિસવાસને ઝડપી લીધો હતો.

પોલીસે દવાખાનામાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન સહીત કુલ રૂપિયા 10,718 નો મુદ્દામાલ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા બોગસ ડોક્ટર ગૌતમ બિસવાસને પોલીસે પુછપરછ કરતા માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાની કબુલાત કરી હતી. અને સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહીતના રોગોની જાણકારી હોવાના આધારે ક્લિનીક શરૂ કરી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.