ધી રાજકોટ હોલસેલ ટેકસટાઈલ મરચન્ટ એસો.ના ઉપક્રમે રકતદાન કેમ્પ

કારોબારી સમિતિના સહમંત્રી સહિતની જવાબદારી નિભાવનાર સ્વ.પ્રકાશભાઈ ધામેચાની સ્મૃતિમાં આયોજન

ધી રાજકોટ હોલસેલ ટેકસટાઈલ મરચન્ટ એસો.ના સંગઠનમાં કારોબારી સમિતિના સહમંત્રી સહિતની જવાબદારીઓ નિભાવનાર કર્તવ્યનિષ્ઠ સ્વ.પ્રકાશભાઈ દેવકરણભાઈ ધામેચાની સ્મૃતિમાં તાજેતરમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધામેચા ટેકસ ટાઈલ સાથે જોડાયેલા અનેક લોકોએ રકતદાન કર્યું હતું.

આયોજન વોલેન્ટરી બ્લડ બેંકનાં સથવારે કરવામાં આવ્યું હતું. આ રકતદાન થેલેસેમિક બાળકો તેમજ ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ નિવડશે. રકતદાન કેમ્પ વિશ્ર્વકર્મા મંદિર એસી હોલ, દિવાનપરા મેઈન રોડ, રાજકોટ ખાતે યોજાયો હતો. વર્તમાન સમયે કોરોનાની મહામારીને અનુલક્ષીને તમામ પ્રકારની તકેદારી રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા રાખવામાં આવી હતી.

ધી રાજકોટ હોલસેલ ટેકસટાઈલ મરચન્ટ એસો.ના સુનિષ્ઠ કાર્યકર સ્વ.પ્રકાશભાઈ ધામેચાનું ગત તા.૬/૧૦ના રોજ અવસાન થયું હતું ત્યારબાદ તાજેતરમાં એસોસીએશન અને ધામેચા પરિવારના સૌજન્યથી રકતદાન કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં પ્રમુખ દિનેશભાઈ ધામેચા, મંત્રી રજનીકાંતભાઈ છાંટબાર સહિતના આગેવાનોએ સેવા આપી હતી.