Abtak Media Google News

૧ર૭ વખત રકતદાન કરનારા રાજકોટના પૂર્વ સાંસદ-કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા રકતદાનના સંસ્મરણો વાગોળે છે: પ્રથમ

રકતદાન સપ્ટેમ્બર ૧૯૭૨માં અમદાવાદમાં કર્યુ હતું: અક્ષરધામ મંદિરમાં યોગગુરૂ  રામદેવજી લાગણીવશ થઇ રકતદાન કરવા સુઇ ગયા

તા.૧૪ જુનના રોજ રકતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટના પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી અને અગ્રણી તબીબ ડો. વલ્લભભાઇ કથીરીયાએ અત્યાર સુધીમાં ૧ર૭ વખત રકતદાન કર્યુ છે. મારી રકતદાન યાત્રાના સંસ્મરણો તાજા કરવા ગૌરવ અનુભવું છું. તેમ તેમણે રકતદાતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું.

૧૯૭૨નો સપ્ટેમ્બર મહિનો અમદાવાદની એમ.જી. સાયન્સ ઇન્સ્ટી. ના ગ્રાઉન્ડમાં એન.સી.સી.. ના કેડેટર માટે રકતદાન કેમ્પ યોજાયો. નવા નવા કોલેજીયન તરીકે પ્રી સાયન્સમાં એડમીશન મેળવ્યા બાદ કુતૂહલતા પૂર્વક અમે બે-ચાર મિત્રો કેમ્પ તરફ ગયા. જોયું તો એન.સી.સી. ના કેડેટ ઉપરાંત અન્ય કોલેજીયન યુવાન-યુવતિઓ અને કર્મચારીઓ રકતદાન કરી રહ્યા હતા. રસપૂર્વક રકતદાનની વિધિ પ્રથમવાર  જોઇ, રકતદાન બાદ ઉભા થઇને જાણે કશું જ થયું નથી. તેમ ઉભા થઇને ચાલતા થતા રકતદાતાઓને ચા અને કોફી પીવાનો આગ્રહ કરતા સ્વયસેવકોને જોયા. રકતદાનની જાગૃતિ અંગેની પત્રિકા વાંચી તેમાં ફાધર વાલેસના રકતદાન વિશેના વાકયો વાંચ્યા, ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલા સૌ વગર પૈસૈ પુણ્ય કમાવાની અપેક્ષા તો રાખતા જ હોય છે. સાયન્સના વિઘાર્થી હોવાના નાતે રકત, રકતકણો, બ્લડ ગ્રુપ અને રકત અંગેની અન્ય જાણકારી તો હતી જ આજે વિશેષ જાણકારી મળી, કશુંય નુકશાન તો નથી જ ઉલ્ટાનું ‘રકત’ કોઇ વ્યકિતનું કરવા સૂઇ ગયો. આ હતું મારું પ્રથમ રકતદાન આનંદ સાથે પરોપકાર કર્યાનો અને પુણ્ય કમાયાનો આનંદ હતો. દિલ્હીના મિત્રો અને પત્રકારોએ રાજકોટને

રકતદાન મહોત્સવ નજરે નિહાળ્યો હતો તેઓએ દિલ્હીમાં આ રીતે મેગા કેમ્પનું આયોજનનું વિચાર્યુ, સમિતિ બની. દિલ્હીનું મારું રહેઠાણ કાર્યાલય બની ગયું. અક્ષરધામ મંદિર સંકુલના મોટા હોલમાં ૧પ એપ્રિલ ૨૦૦૭ના રોજ મહારકતદાન શિબિરનું આયોજન થયું. યોગગુરુ બાબા રામદેવજીની ઉ૫સ્થિતિમાં ૨૭૭૫ રકતદાતાઓએ રકતદાન કરી દિલ્હીમાં વિક્રમ સ્થાપ્યો, ખુદ રામદેવજી મહારાજ પણ લાગણીવશ થઇ સ્વયં રકતદાન કરવા સૂઇ ગયા એ પણ એક અદભૂત દ્રશ્ય હતું.

રકતદાન પ્રવૃતિને જીવન મંત્ર બનાવીએ: ડો. કથીરીયા

૧૨૫મું રકતદાન રકતદાન પ્રવૃતિ સાથે જોડાયેલા જગતસિંહ જાડેજાના કેમ્પમાં અને ૧૨૬મું રકતદાન પ્રમુખસ્વામીને અંજલી રૂપે રાજકોટના ભવ્ય મહોત્સવમાં કરવામાં નિમિત બન્યો છું. ૧૨૭ વખત પીડીયું મેડિકલ કોલેજ, રાજકોટ ખાતે કયુ ઇશ્ર્વરકૃપા, સંતો વડીલોના આશીર્વાદ અને સ્નેહી મિત્રોની શુભકામનાઓ મારા સેવા કાર્યના યજ્ઞમાં બળ આપતી રહી રકતદાન પ્રવૃતિને આપણે જીવનમંત્ર આપવો જોઇએ તેમ ડો. કથીરીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.