Abtak Media Google News

વીડિયો ડીલિટ કરી મૂકનાર સભ્યને ગ્રૂપમાંથી દૂર કરાયો

સોમનાથ, રાજકોટ અને સુરત-અમદાવાદ બાદ હવે જામનગર ભાજપના વોટ્સએપ સોશિયલ મીડિયા ગ્રુપમાં એક સભ્યે બીભત્સ વિડીઓ અપલોડ કરતા હા હો થઈ પડી હતી. જોત જોતામાં આ ગ્રુપથી વહેતી થયેલ વાત શહેર ભરમાં ફેલાઈ જતા સંગઠનમાં દોડધામ મચી ગઈ હતી. કલાકના ગાળામાં જ આ સભ્યએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હોવાની વિગતો જાણવા મળી છે અને તેને ગ્રુપમાંથી લેફ્ટ પણ કરી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ૨૪૦ ઉપરાંત સભ્યો ધરાવતા આ ગ્રુપમાં એક સો મહિલા-યુવતીઓ સભ્ય હોવાની વિગતો જાણવા મળી છે.

ભાજપના બિન સતાવાર વોટ્સએપ સોશ્યલ મીડિયા ગ્રુપમાં અવારનવાર બીભત્સ વિડીઓ અને ઈમેજ શેર થતી હોવાનાં અનેક બનાવો બન્યા છે. અનેક શહેરોમાં આવી ઘટનાઓ સામે આવ્યા બાદ આવી વાત જામનગર સુધી પહોચી ગઇ છે. જો કે ગઈ કાલે સાંજે ‘આઈટીએસએમ: મહાનગર’ નામના ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોશ્યલ મીડિયા નામ વાળા ગ્રુપમાં એક સભ્યએ જાણી જોઈ ને કે ભૂલથી બીભત્સ વિડીઓ અપલોડ કરી દીધો હતો. એક સો થી વધુ મહિલા અને યુવતીઓ વાળા ૨૪૦ સભ્યોના આ ગ્રુપમાં વિડીઓ અપલોડ થતા જ હા હો થઇ ગઈ હતી. શહેરમાં આ વાત વાયુ વેગે ફેલાઈ જતા ચર્ચાઓ શરુ થઇ હતી. જેને લઈને સંગઠન પણ હરકતમાં આવ્યું હતું અને જે તે સભ્યનો તાત્કાલિક સંપર્ક કરી વિડીઓને ડીલીટ ફોર ઓલ ઓપ્શનથી ડીલીટ કરાવી, જે તે સભ્યને ગ્રુપમાંથી લેફ્ટ કર્યો હતો.

શહેર ભાજપ પ્રમુખ હિંડોચાએ શું કહ્યું?

બીજેપીના વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વિડીઓ અપલોડ થવા બાબતે શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચાએ જણાવ્યુ હતું કે, વાત સાચી છે.  કોઈ સભ્ય દ્વારા વિડીઓ અપલોડ થયો હતો જેને ગ્રુપ એડમિન પારસભાઈ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. જે સભ્યએ વિડીઓ અપલોડ કર્યો હતો તેણે તુરંત જ ગ્રુપમાં જ માફી માંગી લીધી હતી અને ભૂલથી આમ થયાનું સ્વીકાર્યું હતું. જો કે આવું ક્યારેય ન ચલાવી લેવાય એમ કહી પ્રમુખે ઉમેર્યું  હતું કે જે તે સભ્યને તાત્કાલિક જ ગ્રુપમાંથી રીમુવ કરી દેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.