દિલ્હીમાં ‘સેનાપતિ’ વગરના ભાજપનો ‘વોટ શેર’ વધવા છતાં સત્તાથી દૂર!

કોંગ્રેસના ૬૩ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ!

નેતાના ચહેરાી અંજાઈ જવાની ભારતીયોની માનસીકતાના કારણે દિલ્હીના મતદારોએ કેજરીવાલના નામ પર જ આપને ખોબલે-ખોબલે મતો આપ્યા

ગત વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ ભાજપ માટે ભારે પ્રતિષ્ઠાના જંગ સમાન બનેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપનો સાવરણો ફરી વળ્યો હતો. આમ આદમી પાર્ટીએ ૭૦ માંથી ૬૨ બેઠકો સાથે હેટ્રીક સર્જતા ત્રીજી વખત અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદે બિરાજશે તે નિશ્ચિત બન્યું છે. આ ચૂંટણીમાં ભાજપના ભારે પ્રયાસો છતાં આપને હરાવી શક્યા ન હતાં. તેની પાછળનું મુખ્ય કારણ ભારતીયોની નેતાનો ચહેરો જોઈને મતદાન કરવાની માનસિકતા માનવામાં આવે છે. દિલ્હીના મતદારોએ કલીન અને કામઢા નેતાની છાપ ધરાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નામ પર આપને ખોબલે ને ખોબલે મતો આપ્યા હતા. જ્યારે ભાજપે તેના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો ન હતો. જેથી ‘સેનાપતિ’ વગરના ભાજપનો ‘વોટશેર’ વધવા છતાં તેને ફરીથી કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. ભારતીયોની માનસિકતા સામાન્ય રીતે એવી રહી છે કે, તેઓ ચહેરાથી તુરંત અંજાઈ જાય છે. અંગ્રેજોના ગોરા ચહેરાને જોઈને અંજાઈ ગયેલા ભારતીયોને તેમની ૧૫૦ વર્ષથી ગુલામી ભોગવવી પડી હતી. ગુલામીકાળ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગીભર્યા ચહેરાના કારણે જ તેઓ દેશભરમાં સર્વસ્વીકૃત નેતા તરીકે સપિત ઈ ચૂકયા હતા. આઝાદીકાળ બાદ પણ આ પરંપરા યાવત રહેવા પામી હતી. જવાહરલાલ નહેરુ, લાલબહાદૂર શાી, ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી જેવા પૂર્વ વડાપ્રધાનો અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચહેરા અને પ્રતિભાના કારણે જ તેમના પક્ષને ચૂંટણીમાં ભારે જન સમર્થન મળે છે. ભારતીયો નેતાના ચહેરાને જોઈ મતદાન કરવાની માનસિકતાના કારણે ઘણી વખત દેશદાઝના મુદ્દાઓ બાજુ પર રહી જાય છે.

દિલ્હી ચૂંટણીમાં મતદારોએ પ્રમાણિક અને કામઢા નેતાની છાપ ધરાવતા કેજરીવાલના નામ પર મતદાન કરતા ભાજપના દેશદાઝના અનેક કાર્યો બાજુ પર રહી જવા પામ્યા હતા. ભાજપે તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં કોઈ નિર્ણય લીધો ન હતો. જેની, વર્ષ ૨૦૧૫માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મળેલા ૩૨.૩ ટકા વોટશેર કરતા આ ચૂંટણીમાં ભાજપને ૮ ટકા જેટલા વધારે એટલે કે ૩૮.૫૧ ટકા વોટ શેર મળવા છતાં માત્ર આઠ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારી ભોજપુરી ફિલ્મોના કલાકાર છે. સામાન્ય રીતે ભોજપુરી ફિલ્મો હલકા સંવાદવાળી અને મનોરંજન હોવાથી તેના અભિનેતા એવા તિવારીને દિલ્હીના મતદારોએ ગંભીરતાથી લીધા ન હતા. દર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ બે થી ત્રણ ટકાના મતોનો સ્વીંગ બરકરાર રહેવા પામ્યો છે. અરિવંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી એક વખત ફરીથી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવામાં સફળ રહ્યું છે. ત્યાં ભાજપ પોતાના ૨૨ વર્ષના વનવાસને આ વખતે પણ ખત્મ કરી શક્યુ નથી. તેને હવે સત્તા માટે બીજા પાંચ વર્ષ રાહ જોવી પડશે. આમ ભાજપે ૨૭ વર્ષ સુધી દિલ્હીના સિંહાસનથી દૂર રહેવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ આ વખતે ચૂંટણીમાં રાજધાનીમાં કમળ ખિલાવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી ત્યારબાદ પણ ભાજપ દિલ્હીનું દિલ જીતી શકયા નહીં.

દિલ્હીની કુલ ૭૦ વિધાનસભા સીટોમાંથી આમ આદમી પાર્ટી ૬૨ સીટો જીતવામાં સફળ રહ્યું. ત્યાં ભાજપને માંડ ૮ સીટો પર સંતોષ માનવો પડ્યો. મોદી-શાહની જોડી ૨૦૧૪ લોકસભા ચૂંટણી બાદથી ભાજપ જીત પ્રાપ્ત કરવાની યોજના બનાવી હતી. પરંતુ જોત જોતા દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપનું કમળ ખીલ્યું. ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વોત્તર રાજ્યો સુધી ભાજપની જીતનો ડંકો વાગ્યો અને તેનો શ્રેય મોદી અને અમિત શાહની જોડીને મળ્યો. પરંતુ કેન્દ્ર સરકારના નાકની નીચે દિલ્હીમાં ૨૦૧૫ અને ૨૦૨૦મા બે વખત ચૂંટણી થઇ. આ બંને ચૂંટણીમાં મોદી-શાહની જોડી કેજરીવાલની સામે પોતાની અસર દેખાડી શકયું નહીં.

દિલ્હીના રાજકારણમાં અત્યાર સુધીમાં સાત વખત વિધાનસભા ચૂંટણી થઇ અને ભાજપ માંડ એક વખત ૧૯૯૩ની ચૂંટણીમાં જીત નોંધાવામાં સફળ રહ્યું. પરંતુ ૧૯૯૮મા એક વખત ભાજપના હાથમાંથી જે દિલ્હીની સત્તા ગઇ તો તે આજ સુધી પાછી મળી શકી નથી. પહેલાં ૧૫ વર્ષમાં ભાજપ કોંગ્રેસની શીલા દીક્ષિતની સામે ઉભી થઇ શકી નહીં અને હવે છેલ્લાં છ વર્ષથી કેજરીવાલની આગળ ધ્વસ્ત દેખાય છે. આ અંગે રાજકીય નિષ્ણાતો કહે છે કે દિલ્હીનો રાજકીય મિજાજ ભાજપને સમજ આવી શકયો નથી. તેઓ દેશના બીજા રાજ્યોની જેમ દિલ્હીની વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે જ્યારે અહીંનો રાજકીય મિજાજ સંપૂર્ણપણે અલગ છે.

દિલ્હીમાં જાતિ અને ધર્મના રાજકારણને કયારેય પ્રાધાન્ય અપાતું નથી. આ સિવાય અહીંના લોકો નકારાત્મક ચૂંટણી પ્રચારને પણ મહત્વ આપતું નથી. કારણ કે દિલ્હીમાં એક મોટો વર્ગ વેપારીઓનો છે. દિલ્હીની ચૂંટણીમાં પાર્ટીથી વધુ નેતાનું વ્યક્તિત્વ અગત્યનું છે. ૧૯૯૩મા ભાજપે મદનલાલ ખુરાનાને આગળ કરી સત્તા પ્રાપ્ત કરી હતી પરંતુ માત્ર પાંચ વર્ષ દરમ્યાન ભાજપે ત્રણ વખત સીએમ બદલવા પડ્યા. પરિણામ એ આવ્યું કે પ્રજાની વચ્ચે ભાજપ માટે ખોટો રાજકીય સંદેશો ગયો અને ૧૯૯૦ની ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડ્યું.

દિલ્હીમાં ત્રણ ચૂંટણી હોય છે અને ત્રણેયમાં વોટિંગ પેટર્ન અલગ-અલગ છે. નગર નિગમ અને લોકસભા ચૂંટણીમાં દિલ્હીની પસંદ ભાજપ રહી તો વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી. પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના સમયમાં પણ આવુ જ હતું, જ્યારે વિધાનસભામાં કોંગ્રેસને સફળતા મળતી હતી તો લોકસભામાં ભાજપને. આ જ રીતે હાલના વર્ષોમાં ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કાઉન્ટર કરી શકી નહીં. આવી જ સ્થિતિ શીલાના સમયમાં હતી.

વર્ષ ૨૦૧૩મા અન્ના આંદોલનથી નીકળેલા અરવિંદ કેજરીવાલે જ્યારે આમ આદમી પાર્ટીની રચના કરી તો દિલ્હીના રાજકારણમાં બીજી એક પાર્ટીની એન્ટ્રી થઇ. મુકાબલો હવે કોંગ્રેસ-ભાજપ-આપની વચ્ચે હતી. ભાજપે ૩૧ સીટો તીજીને સૌથી મોટી પાર્ટી બની. પરંતુ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સરકાર બનાવા માટે સમર્થન આપી દીધું. આ જ રીતે મોટી પાર્ટી હોવા છતાંય ભાજપ દિલ્હીમાં સત્તાની પાસે પહોંચતા રહ્યા. કેજરીવાલ ૪૯ દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા. જો કે ૨૦૧૪ લોકસભા ચૂંટણી પહેલાં તેમણે રાજીનામું આપી દીધું અને આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ ૨૦૧૫મા ફરી એકવખત દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી થઇ. એ વખતે દિલ્હીના લોકોએ કેજરીવાલને આમ આદમી પાર્ટીને ૬૭ સીટો પર ઐતિહાસિક જીત આપી. ભાજપને માત્ર ૩ સીટ મળી. જ્યારે આઠ મહિના પહલાં લોકસભા ચૂંટણીમાં તમામ સાત સીટો ભાજપને મળી હતી. લોકસભામાં ભારે બહુમતી અને નગર નિગમ ચૂંટણીમાં પણ ભાજપને સફળતા મળી છતાંય વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હીમાં ભાજપની હારનું કારણ કેજરીવાલનું કદ અને તેમનું વિકાસ મોડલ મનાય છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી એક વખત શૂન્ય બેઠકો મેળવી છે. ચૂંટણી પ્રચારમાં અનેક નેતાઓ ઉતર્યા હોવા છતાં, કોંગ્રેસના ૬૬ ઉમેદવારો ૬૩ બેઠકો પર ડીપોઝીટ પણ ગુમાવી દીધી હતી. આવા કારમાં પરાજય બાદ પણ કોંગ્રેસના નેતાઓ તેની હાર પર શોક કરવાને બદલે ભાજપ જીતી ન શક્યા તેનાથી ખુશ છે. પંજાબ સરકારમાં પ્રધાન સાધુસિંહ ધર્મસોતે કહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસ હાર્યું નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ શૂન્ય પર હતી તે પહેલાં પણ તે શૂન્ય પર છે પરંતુ તે ભાજપનો પરાજય છે.

પંજાબ વિધાનસભામાં વિપક્ષી નેતા હરપાલસિંહ ચીમાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપના પ્રદર્શનને નફરત અને ગંદા રાજકારણ સામેના વિકાસ એજન્ડાની જીત ગણાવી હતી. આમ આદમી પાર્ટી (આપ) એ પંજાબની ૧૧૭ સભ્યોની વિધાનસભામાં બીજો સૌથી મોટો પક્ષ છે, જેમાં ૧૯ ધારાસભ્યો છે. ચીમાએ ટ્વીટ કર્યું હતું કે ‘આમ આદમી પાર્ટી’ની તરફેણમાં આ વિશાળ આદેશ બદલ પાર્ટીના કાર્યકરો અને દિલ્હીની જનતાને અભિનંદન. આ નફરત અને ગંદા રાજકારણ પર વિકાસ એજન્ડાની જીત છે.

કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. મતદાન થયેલા કુલ મતના પાંચ ટકાથી પણ ઓછા કોંગ્રેસને મળ્યા હતા. તેના ૬૩ ઉમેદવારોના ડિપોઝીટ જપ્ત કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના નેતૃત્વ હેઠળ ૧૫ વર્ષ દિલ્હી પર શાસન કરનારી કોંગ્રેસ સતત બીજી વાર વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ ગઈ છે. પાર્ટીના ત્રણ ઉમેદવારો – ગાંધીનગરના અરવિંદર સિંહ લવલી, બદલીના દેવેન્દ્ર યાદવ અને કસ્તુરબા નગરના અભિષેક દત્ત તેમની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે.

કોઈપણ ઉમેદવારને કુલ મતદાનના છઠ્ઠા ભાગના મતો મળે, ન તો તેમની ડિપોઝીટ નહીં મળે, તો તેનો જામીન જપ્ત થઈ જાય છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોને પાંચ ટકાથી ઓછા મત મળ્યા છે.  દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપરાની પુત્રી શિવાની ચોપડાની કલકજી બેઠક પરથી ડિપોઝીટ જપ્ત થઈ છે.  વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ યોગાનંદ શાસ્ત્રીની પુત્રી પ્રિયંકા સિંહે પણ પોતાની ડિપોઝીટ બચાવી શક્યા ન હતા.  કોંગ્રેસના પ્રચાર સમિતિના અધ્યક્ષ કીર્તિ આઝાદના પત્ની પૂનમ આઝાદ પણ સંગમ વિહારથી પોતાની ડિપોઝીટ બચાવી શક્યા ન હતા. તેમને ફક્ત ૨,૬૦૪ મત મળ્યા એટલે કે માત્ર ૨.૨૩ ટકા મતો જ મળ્યા હતા.

Loading...