અમદાવાદમાં સાંજે ભાજપની ‘વિજય સભા’

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ સભા સંબોધશે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે

રાજયની મહાપાલિકાઓમાં ભાજપના વિજયની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદમાં સાંજે ૭ કલાકે ખાનપૂરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે વિજયસભા યોજવામાં આવી છે.આ જાહેરસભાને રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સંબોધન કરશે.રાજયની છ મહાપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભાજપનો વિજય રથ ફરી વળ્તા ભાજપમાં આનંદ ઉત્સાહ છવાયો છે. આગેવાનો કાર્યકરો ઉત્સાહભેર ભાજપના વિજયની ઉજવણી કરી રહ્યા છે.રાજયની મહાપાલિકાઓમાં ભાજપના ભવ્ય વિજય બમદલ મતદારોનો આભાર માનવા અમદાવાદમાં સાંજે ૭ કલાકે ભવ્ય વિજયસભાનું આયોજન કરાયું છે.મતદારોએ ભાજપના વિકાસની વાત સમજી સૌના સાથ સૌના સહકારને માની ભાજપને ખોબે ખોબે મત આપી ભાજપના ઉમેદવારોને જીતાડવા બદલ આ સભામાં જાહેરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ આભાર માનશે.

Loading...