Abtak Media Google News

વિસ્તારના અધુરા કામો પૂરા કરવા કામે લાગી જવા રમેશ ધડુકની હાંકલ

ગઈકાલે પોરબંદર લોકસભા સભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક ઉપલેટા આવી પહોચતા તેનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય બનેલા સમાજ સેવક રમેશભાઈ ધડુક ઉપલેટા બાવલા ચોકમાં આવી પહોચતા તેને સર્વ પ્રથમ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓને સંસદ સભ્ય રમેશભાઈ ધડુકે જણાવેલ કે આ વિસ્તારનાં અધુરા રહેલા પ્રજાના કામોમાં લાગી જવા હાંકલ કરેલ અને મારી જીત એ પ્રજાની જીત ગણાવેલા.

આ તકે પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, જીલ્લા બેંકના ડિરેકટર હરિભાઈ ઠુંમર, તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઈ હુબલ, સ્કુલ બોર્ડના ચેરમેન નિકૃલભાઈ ચંદ્રવાડીયા રાજાભાઈ સુવા પૂર્વ સ્કુલ બોર્ડના ચેરમેન નીતીનભાઈ અધેરા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા, કારોબારી સમિતિના ચેરમેન હરસુખભાઈ સોજીત્રા, સુધરાઈ સભ્યો મયુરભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, જેન્તીભાઈ ગજેરા, ભાયાભાઈ વસરા, મનોજભાઈ નંદાણીયા, રાકેશભાઈ કપૂપરા, યુવા મોરચાના પૃથ્વીરાજસિંહ ચુડાસમા, જીજ્ઞેશ ડેર, રાજ વાઢેર, અજય જાગાણી, નિલમાકડીયા, જગદીશભાઈ વિરમગામા, જગદીશભાઈ કપુપરા, જીજ્ઞેશભાઈ વ્યાસ વિરલભાઈ કાલાવડીયા સહિત ભાજપના વિવિધ મોરચાના આગેવાનો હાજર રહી નવ નિયુકત સંસદ સભ્યને ફૂલહાર પહેરાવી શુભેચ્છા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.