ભાજપની સેન્સ: “કમળ”ના સહારે કોર્પોરેટર બનવા કાર્યકર્તાઓની લાઈન, દાવેદારો અને નિરીક્ષકોએ શું કહ્યું, વાંચો સંપૂર્ણ અહેવાલ

ભાજપની સેન્સ: ‘કમળ’ના સહારે કોર્પોરેટર બનવા કાર્યકર્તાઓની લાઈનો લાગી

કોર્પોરેશનની ચૂંટણી માટે ૧૮ વોર્ડની ૭૨ બેઠકના લડવૈયાઓ પસંદ કરવા પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા અલગ અલગ ચાર સ્થળોએ લેવાઈ સેન્સ: ભાજપમાંથી ચૂંટણી લડવા માટે કુલ ૬૬૮ દાવેદારો

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. મહાપાલિકાની ચૂંટણી માટે લડવૈયા પસંદ કરવા ભાજપ દ્વારા આજે અલગ અલગ ચાર સ્થળોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશમાંથી આવેલા ૧૨ નિરીક્ષકોની ત્રણ-ત્રણ પેનલ દ્વારા ૧૮ વોર્ડમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકર્તાને સાંભળવામાં આવ્યા હતા. કમળના સહારે કોર્પોરેટર બનવા કાર્યકર્તાની રીતસર લાઈનો લાગી હતી. કુલ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ૬૬૮ કાર્યકર્તાઓએ દાવેદારી રજૂ કરી છે. સૌથી આશ્ર્ચર્યજનક વાત એ છે કે, ગત ટર્મમાં જ્યાંથી ભાજપને એક પણ બેઠક મળી ન હતી તેવા વોર્ડ નં.૧૮માં સૌથી વધુ ૫૩ કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા સેન્સ આપી છે તો ભાજપના અડીખમ ગઢ ગણાતા એવા વોર્ડ નં.૮માંથી માત્ર ૧૭ લોકોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યકત કરી છે. આગામી દિવસોમાં ચાર-ચાર નામોની ચાર પેનલ બનાવી વોર્ડ દીઠ કુલ ૧૬ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આજે ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ અને જાગૃતિબેન પંડ્યા દ્વારા ચાર વોર્ડના કાર્યકર્તાને સાંભળવામાં આવ્યા હતા. જેમાં વોર્ડ નં.૧માં ૪૪ દાવેદાર, વોર્ડ નં.૨માં ૪૦ દાવેદાર, વોર્ડ નં.૩માં ૪૭ દાવેદાર અને વોર્ડ નં.૭માં ૫૦ દાવેદારોએ મહાપાલિકાની ચૂંટણીમાં ટીકીટની માંગણી કરી છે. ભાવનગર રોડ સ્થિત પટેલ વાડી ખાતે પ્રદેશ નિરીક્ષક નરહરીભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા ચાર વોર્ડ માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૪માંથી ૩૭, વોર્ડ નં.૫માં ૩૭ કાર્યકરો, વોર્ડ નં.૬માં ૪૬ કાર્યકરો અને વોર્ડ નં.૧૫માં ૪૧ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી હતી.

મીલપરા સ્થિત રાણીંગા વાડી ખાતે બાબુભાઈ બોખીરીયા, ભરતસિંહ ગોહિલ અને બિજલબેન પટેલ દ્વારા પાંચ વોર્ડ માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૧૩ માટે ૩૪ કાર્યકરો, વોર્ડ નં.૧૪માં ૪૫, વોર્ડ નં.૧૬માં ૩૩, વોર્ડ નં.૧૭માં ૩૮ અને વોર્ડ નં.૧૮ માટે સૌથી વધુ ૫૩ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી.

જ્યારે કાલાવડ રોડ સ્થિત હરીહર હોલ ખાતે પણ પાંચ વોર્ડના કાર્યકર્તાઓને પ્રદેશ નિરીક્ષક મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી અને આદ્યશક્તિબેન મજમુદારની ટીમે સાંભળવામાં આવ્યા હતા. જેમાં વર્ષોથી ભાજપના અડીખમ ગઢ ગણાતા વોર્ડ નં.૮માં માત્ર ૧૭ કાર્યકરોએ જ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી હતી. વોર્ડ નં.૯માં ૨૫ કાર્યકર્તાઓ, વોર્ડ નં.૧૦માં ૨૫ કાર્યકર્તાઓ, વોર્ડ નં.૧૧માં ૩૧ અને વોર્ડ નં.૧૨માં ૨૫ કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ભાજપમાંથી ૬૬૮ કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યકત કરી છે. વોર્ડ દીઠ સરેરાશ ૩૭ દાવેદારો ચૂંટણી લડવા માટે થનગની રહ્યાં છે. પ્રદેશની સુચના મુજબ આગામી દિવસોમાં શહેર ભાજપ સંકલન સમીતી દ્વારા નિરીક્ષકો સમક્ષ જે કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યકત કરી છે તેઓના નામમાંથી ૪-૪ નામની ચાર પેનલ એટલે વોર્ડ દીઠ કુલ ૧૬ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.

શાંતિપૂર્ણ સેન્સ માટે શહેર ભાજપ કાર્યકરોને અભિનંદન પાઠવતા કમલેશ મિરાણી

મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા આજે શહેર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ચાર સ્થળોએ ૧૮ વોર્ડ માટે નિરીક્ષકોની ચાર ટીમો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં શહેર ભાજપના કાર્યકર્તાઓએ ખુબજ શાંતિપૂર્ણ માહોલમાં સેન્સ આપી હતી. વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક રીતે સેન્સ આપવામાં આવી હતી. તમામ દાવેદારોએ એવી ઈચ્છા વ્યકત કરી હતી કે, અમારામાંથી કોઈપણને ટીકીટ આપો અમારા માટે વ્યક્તિ નહીં પરંતુ કમળ મહત્વ છે. આ બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવયા હતા અને એ પણ જણાવ્યું હતું કે, અન્ય રાજકીય પક્ષોએ ભાજપ પાસેથી શીખ લેવાની જરૂર છે. અહીં વ્યક્તિગત નહીં પણ સામૂહિક સેન્સ આપવામાં આવી છે. દાવેદારો ભલે અનેક હોય પરંતુ કોઈપણને ટીકીટ આપો જીતાડવાની જવાબદારી સામૂહિક રીતે સ્વીકારી છે. અન્ય રાજકીય પક્ષોમાં ટીકીટ માટે ખેંચતાણ ચાલતી હોય ત્યારે ભાજપમાં ખુબજ શાંતિપૂર્ણ રીતે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી હવે આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

અશ્વિન મોલિયાએ વોર્ડ નં.૪ અને ૫ બંનેમાંથી ટિકિટ માંગી: અનિલ રાઠોડની વોર્ડ નં.૬માં દાવેદારી

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા આજે શહેર ભાજપ દ્વારા અલગ-અલગ ચાર જગ્યાએ સેન્સ  લેવામાં આવી રહી છે પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયાએ વોર્ડ નંબર ૪ અને વોર્ડ નંબર ૫ માંથી ટિકિટની માગણી કરી છે. તો બીજી તરફ સિનિયર નગરસેવક અનિલભાઈ રાઠોડે વોર્ડ નંબર ૬ માંથી દાવેદારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અશ્વિનભાઈ મોલિયા ગત ટર્મમાં વોર્ડ નંબર ૪માંથી ચૂંટાઈ આવ્યા હતા.આ વખતે તેઓએ પોતાના મૂળ નંબર ૪ ઉપરાંત તેઓ એક દશકા પૂવે ત્યાંથી પ્રથમ વખત નગરસેવક બન્યા હતા. તે વોર્ડ નંબર ૫ માંથી પણ ટિકિટની માગણી કરી છે. બંને વોર્ડ પૈકી ગમે તે વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવે તો પોતાને કોઈ ણ પ્રકારનો વાંધો ન હોવાનું તેઓએ નિરીક્ષકો સમક્ષ જણાવ્યું હતું.બીજી તરફ ઉપલાકાંઠાના સિનિયર નગરસેવક અનિલભાઈ રાઠોડે વોર્ડ નંબર ૬ માંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.તેઓ પ્રથમ વખત આ જ વિસ્તારમાંથી નગરસેવક તરીકે ચુંટાઈ આવ્યા હતા. અને આ વોર્ડમાં તેઓ નિવાસસ્થાન પણ ધરાવે છે.

જો કે તેઓ છેલ્લી ત્રણ ટર્મથી વોર્ડ નંબર ૫ માંથી નગરસેવક તરીકે ચૂંટાઈ રહ્યા છે.આ વોર્ડની ચાર બેઠકો પૈકી પપુરુષો બે બેઠકોમાંથી એક બેઠક એસસી માટે અનામત જાહેર કરવામાં આવી છે.જેના કારણે તેઓ એ ફરજિયાત વોર્ડ બદલવું પડે તેમ છે.એક બેઠક લેઉવા પટેલ સમાજના ઉમેદવારને આપવી પડે તેમ છે.આવામાં બીજી બેઠક અનામત હોય અનિલભાઈ રાઠોડ વોર્ડ નંબર પાંચના બદલે વોર્ડ નંબર ૬ માંથી ટિકિટની માગણી કરી છે.જોકે મહાપાલિકાની ગત ચૂંટણીમાં વોર્ડ નંબર ૬ હુકમનો એક્કો રહ્યો હતો અને આ વોર્ડના જ્યારે સિટિંગ કોર્પોરેટરોએ એવી ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓની પેનલ યથાવત રાખી હવે આવામાં એવી પણ શક્યતા નકારી શકાતી નથી કે અનિલભાઈ રાઠોડને વોર્ડ નંબર ૫ની જગ્યાએ વોર્ડ નંબર સોમાંથી ટિકિટ આપવાનો બદલ વોર્ડ નંબર ૪ માંથી મેદાનમાં ઉતારે અનામતમાં જબરા ફેરફાર થવાના કારણે સિનિયર કોર્પોરેટરોએ વોર્ડ ફેરવવા પડે તેવી સ્થિતિ સર્જાય છે તો અમુક સામે તલવારો પણ લટકી રહી છે.

પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે વોર્ડ નં. ૮માંથી ટિકિટ માંગી: પ્રવીણ મારૂ બનશે કમલેશ મીરાણીના નવા સાથીદાર

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવા પ્રદેશ ભાજપ દ્વારા આજે નિરીક્ષકો મોકલી રાજકોટમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મહાપાલિકાની હદમાં ચાર નવા ગામો ભળ્યા છે બીજી તરફ અનામતમાં પણ ફેરફાર આવ્યા છે.આવામાં અનેક સિટિંગ કોર્પોરેટરોએ વોર્ડ બદલવા પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલે પોતાના જૂના મત વિસ્તાર એવા વોર્ડ નંબર ૮ માંથી ફરી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો વોર્ડ નંબર ૯માં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના નવા સાથીદાર પ્રવીણભાઈ મારુ બને તેવું લાગી રહ્યું છે.વોર્ડ નંબર ૯ માં ૨૦૧૫માં કમલેશભાઈ મીરાણી અને પુષ્કરભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.આગામી ચૂંટણીમાં વોર્ડની પુરુષોની બે બેઠકો પૈકી એક બેઠક ઓબીસી માટે અનામત જાહેર કરવામાં આવી છે. આવામાં કમલેશભાઈ મિરાણીને  કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે મિત્રતાનો ધર્મ નીભાવતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ વોર્ડ નંબર ૯ કે હાલ જે વોર્ડ તેમનો છે તેમાંથી ટિકિટ માંગવા માટે સેન્સ પણ આપી નથી.તેઓએ વોર્ડ નંબર ૮માંથી ચૂંટણી લડવાની ઇચ્છા નિરીક્ષકો સમક્ષ વ્યક્ત કરી છે. આ વોર્ડ તેઓનો જુનો વોર્ડ છે.ગત ટર્મમાં એક બેઠક

અનામત આવતાં તેઓએ વોર્ડ ફેરવવા પડ્યો હતો. ફરી તેમને મૂળ વોર્ડમાંથી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી ઈચ્છા આજે નિરીક્ષકો સમક્ષ વ્યક્ત કરી છે. વોર્ડ નં.૯ માંથી ૬૨ અપેક્ષિતો સામે માત્ર ૧૭ વ્યક્તિઓ જ સેન્સ આપી છે. વોર્ડ નં.૮ના સિનિયર નગરસેવક અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સેન્સ આપી નથી.

આ વોર્ડમાં હવે પુષ્કરભાઈ પટેલ અને અશ્વિનભાઇ પાંભરની પેનલ બને તેવું મનાય રહ્યું છે.તો વોર્ડ નંબર ૯માં એક બેઠક ઓબીસી અનામત આવી હોય કમલેશભાઈ મીરાણીના નવા સાથીદાર ફરી એકવાર પ્રવીણભાઈ મારુ બને તેવું દેખાય રહ્યું છે. વોર્ડ નંબરમાં કુલ ૪૧ વ્યક્તિઓ માટે અપેક્ષિત હતા જેની સામે ૨૫ વ્યક્તિઓએ દાવેદારી નોંધાવી છે.

પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને ઉદય કાનગડે નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી

નવા ચહેરાને તક આપો, જીતાડવાની જવાબદારી અમારી

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવા ભાજપ દ્વારા આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને ઉદયભાઇ કાનગડએ આજે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો સમક્ષ હવે અમારે મહાપાલિકાની ચૂંટણી નથી લડવી નવા કાર્યકરોને તક આપવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે આ બંને સિનિયર નેતાઓ અગાઉ જ કોર્પોરેશનની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂક્યા હતા દરમિયાન આજે સેન્સ પ્રક્રિયામાં તેઓએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ એવું સ્પષ્ટ જણાવી હતું કે અમારે હવે મહાપાલિકાની ચૂંટણી લડવી નથી છતાં પક્ષનો કોઈપણ આદેશ અમારા માટે શિરોમાન્ય માન્ય રહેશે. વોર્ડમાંથી કોઈપણ નવા ચહેરાને તક આપવામાં આવે તો તેને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે તેવી બાંહેધરી પણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. જૈમનભાઈ ઉપાધ્યાય છેલ્લી છ ટર્મથી નગરસેવક તરીકે ચૂંટાઈ રહ્યા છે. જ્યારે ઉદયભાઇ કાનગડ પાંચ વખત મહાપાલિકાની ચૂંટણી લડ્યા છે. જેમાંથી તેઓ ચાર વખત કમળ પ્રતીક પરથી વિજેતા બની શાસક પક્ષના નેતા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન અને મેયર જેવા પદ પર જવાબદારી નિભાવી ચુક્યા છે. બંને પૂર્વ મેયરે હવે કોર્પોરેશનની ચૂંટણી નહીં લડવાની ઈચ્છા નિરીક્ષકો સમક્ષ વ્યક્ત કરી છે. જોકે ડો.જૈમન ઉપાધ્યાયની નિવૃત્તિ મંજુર કરી લેવામાં આવે તેવું લાગી રહ્યું છે. મહાપાલિકામાં સીનીયરો ઊણપ ન વર્તાય તે માટે ઉદયભાઇ કાનગડને વધુ એક વખત ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

વોર્ડ નં. ૧,૨,૩,૭ સેન્સની પ્રક્રિયા તબક્કાવાર પદ્ધતિથી કર્મનિષ્ઠ ઉમેદવારની પસંદગી કરશે: પુષ્પદાનભાઈ ગઢવી

પુષ્પદાનભાઈ ગઢવી એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જણાવ્યું હતું કે ભાજપ મહાનગર પાલિકાની આગામી ચૂંટણી ની અંદર ઉમેદવારોની પસંદગી કરવા માટેનો પ્રક્રિયાનો ભાગ એટલે સેન્સ હોય છે પ્રદેશ ની પ્રક્રિયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં ના ઉમેદવારો નક્કી કરવા માટેની એક પેનલ ની નિમણૂક કરવામાં આવતી હોય છે આ પ્રક્રિયાના ભાગ મુજબ આજની આ પેનલમાં અમે ત્રણ નિરીક્ષકો હાજર રહ્યા છીએ વોર્ડ નંબર ૧ ૨ ૩ અને ૭ ના ઉમેદવારોની આ પ્રક્રિયામાં નોંધણી કરવામાં આવી છે અહીં જે કોઈ ચર્ચા વિચારણા ીક્ષફષફ રજૂઆતોની અહીં જે કોઈ ભી ચર્ચા વિચારણા અને જે રજૂઆતો થશે તેને અમે પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડવાની રહેતી હોય છે ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી તે ઉમેદવારને ટિકીટ આપવામાં આવતી હોય છે નાતી વાદ તો છે જ પરંતુ ભાત ભારતીય જનતા પાર્ટીમાં માનતા હોય એવા અને લોકો સાથે નો તેમનો સંપર્ક કેવો છે અને એવા કાર્યો કરી આજે કઈ યોજનાઓની અમલવારી કરાવવી છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય છે માત્ર જ્ઞાતિ નું બળ જોવામાં આવતું નથી જે પાર્ટીને કસાયેલા છે તેમજ સ્થાનિક લોકોની સુખાકારી માટે એમનું કેટલું યોગદાન છે કેટલો સમય ફાળવતા હોય છે તેવાનો તેમની પાછળ તેવા લોકોનું અમે સિલેક્શન કરતા હોય છે સ્થાનિક ચૂંટણીની અસર ગુજરાત ના રાજકારણ માં અસરકારક હોય છે.

વોર્ડની સુખાકારીને વિકાસના કામો એજ મારી ઉમેદવારોની જીત રહેશે: અંજનાબેન મોરઝરીયા

અંજના મોરઝરિયા અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે પાર્ટી એ ધ્યાનમા લેશે કે ૫ એ ૫ વરસ પાર્ટી ને વફાદાર રહીને , પ્રજા ની સાથે રહી તેમજ સંગઠનને સાથે લઈને કામ કર્યું છે . બીજેપી ને મારા ઉપર પૂર્ણ ભરોસો છે અને એમના ભરોસા પર હું  એના ઉપર હું ખરી ઉતરીશ એના ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. મારા વોર્ડમા જે ચાર સીટો ભારતીય જનતા પાર્ટીને મળશે તે આખી પેનલ વફાદારી પૂર્વક કાર્ય કરશે.

સ્થાનિક વ્યક્તિ કોર્પોરેટર ચૂંટાઇ આવતા વોર્ડના સંપૂર્ણ કાર્યોનો કારોબારની જવાબદારીઓ માટે  તત્પર રહેશે: જયરામભાઈ વાડોલીયા

જયરામભાઈ વાડોલીયા એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સતત કામ કરી રહ્યા છે . કાયમી સ્તર ઉપર પાર્ટીને લીડ પણ અપાવું છું . જોકે એ તો પાર્ટી ના નિયમ મુજબ આ બધું ચાલતું હોય છે પણ જે લોકો સારા કાર્ય કરી રહ્યા છે એ લોકો ને  ટિકિટ મળશે . ટિકિટ મળીયા પછી અમારા વોર્ડ માં કોઈ પણ જાત ની અશાંતિ કે અગવડ નહિ આવે . અમારા વોર્ડ ની અંદર કોર્પોરેટરો દ્વારા કામના કોઈપણ જાતની કચાશ રાખવામાં આવતી નથી. અમે એજ ઇચ્છીએ છી કે સારા કોર્પોરેટર આવે અને વિશેષ તો બરના કોઈ કોર્પોરેટર ના આવે જાણીતા અને એક બીજા ને સમજી સકે એવા કોર્પોરેટર આવા જોઈએ.

વોર્ડના સ્થાનિકોના કાર્યો કરવા અને રહેવાસીઓના પ્રશ્ર્નોને વાચા આપવા ખડેગપે: દુર્ગાબા જાડેજા

દુર્ગાબા જયદીપ સિંહ જાડેજા એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જણવ્યું હતું કે આ પેહલા ૫ વરસ હું કામ કરી ચૂકી છું. અમારા વોર્ડમાં કોઈ પણ ઉમેદવાર આવે એને લેવા અમે ત્યાર  છેને મુખ્યમંત્રીની તેમજ કોર્પોરેટ ની ગ્રાન્ટ વાપરી અમે બધા કાર્યો પૂર્ણ કરેલ છે . વોર્ડ માં મતદાન પણ સારું થાય છે અને જો પક્ષ મારા ઉપર ભરોસો મૂકશે તો વોર્ડ ના તમામ કામ કરી આપીશ.

વોર્ડ નં. ૧૩,૧૪,૧૬,૧૭,૧૮ ટિકિટનો નિર્ણય સેન્સ બાદ લેવાશે: બીજલબેન પટેલ

નિરિક્ષક બીજલબેન પટેલે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું આગામી ૨૪ ફેબ્રુઆરી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના ભાગ રૂપે ભાજપ પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામા આવી હતી. જેમાં આજના દિવસે સેન્સ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ કરવાંમાં આવશે. જમણે ઉમેદવારી પત્ર ભર્યું છે. તે તમામને સંભળવાની પ્રક્રિયા કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સેન્સ પ્રક્રિયા કરવાની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખરેખર નિર્ણય સેન્સ પ્રક્રિયા પછી પાર્ટી દ્વારા લેવામાં આવતો હોય છે.

ભાજપના કાર્યકરો તન, મન, ધનથી કાર્ય કરી રહ્યા છે: શૈલેષભાઇ ડાંગર

વોર્ડ નંબર ૧૩ના શૈલેષભાઇ ડાંગરએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ચૂંટણીને અનુલક્ષીને ભાજપના કાર્યકરો તન, મન, ધનથી કાર્ય કરી રહ્યા છે. આવનાર દિવસોમાં પણ લોકોની સુખાકારી માટેના કામો કરશું. વોડ નંબર ૧૩માં વર્ષોથી ચૂંટાતા આવ્યા છીએ અને લોકો અમને મત આપીને જીતાડે છે. અમને ટીકીટ મળે છે અને ચૂંટણી જીતી એ તો અમારા વિસ્તારમાં અનેક કામો કરશુ ખાસ કરીને જે પ્રજાની સુખાકારી માટેની સવલતો આપવાની બાકી છે. તે અપશુ. પાર્ટીને અમે અમારા વોર્ડમાં ૪ કોર્પોરેટરો ભાજપના જ લાવવામાં આવશે. અમારા વિસ્તારમાં આવાસ યોજના, કોમ્યુનિટી હોલ સહિતની જે સવલતો ઉભી મારવામા આવી છે. તે લોકો માટે ઉપયોગી છે. ખાસ તો લોકોના વધુ કામો કરશું.

વોર્ડ નં. ૪,૫,૬,૧૫ ભાજપને ઐતિહાસિક જીત મળશે: નરહરી અમીન

રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીનાં સંદર્ભમાં પ્રદેશ ભાજપ દ્વારા ૪,૫,૬ અને ૧૫ વોર્ડ માટે ત્રણ નિરીક્ષક માધાભાઈ બોરીચા, નિમુબેન બામભણીયા અને નરહરી અમીનને નિમવામાં આવ્યા છે. ત્યારે નરહરી અમીને જણાવ્યું હતુ કે ખાસ તો ૩૦૦થી વધારે કાર્યકર્તાઓ હાલ સાંભળ્યા બધા જ કાર્યકર્તાની લાગણીએ છે કે જે કોઈ ઉમેદવારને ટિકીટ મળશે તેમને જીતાડવાની જવાબદારી પાર્ટીના કાર્યકર્તાઓની જ રહેશે. ખાસ તો ૨૦૧૫ની ચૂંટણી અને ૨૦૨૧ની ચૂંટણીમાં મોટો તફાવત છે. કાર્યકર્તાઓ પણ સારી રીતે કાર્યો કરી રહ્યા છે. વિજયભાઈ પણ રાજકોટમાંથી ચૂંટાયા છે. તેમની આગેવાની સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં કાર્યો થયા છે. ત્યારે અન્ય પક્ષોને ઉભા રાખવામાં પણ ફાફા પડવાના છે. રાજકોટ

મહાનગરપાલીકામાં આ વખતે એટલી સીટો આવશે જેટલી ભૂતકાળમાં પણ નથી આવેલી કયારેય અનેક એવા કાર્યકરો છે કે જે અન્ય પક્ષો છોડી ભાજપ સાથે જોડાય છે. તેવા લોકોના પ્રજાલક્ષી કાર્યો જોઈને ભાજપ તેવા લોકોના પ્રજાલક્ષી કાર્યો જોઈને ભાજપ તેવા લોકોને તક આપે છે. અનેક કાર્યકર્તાઓની તક આપવામાં આવી છે. જયારે કાર્યકર્તાઓની પસંદગી થાય છે. બાદમાં રાતદિવસ જોયા વગર પ્રજાની સેવા કરે છે. ખાસ ભાજપનો કાર્યકરો વ્યકિતગતની બદલે ટીમથી ચાલે છે. જયારે હાલમાં કોંગ્રેસ પાસે સારા ઉમેદવારો પણ નથી કોંગ્રેસ હાલ ધણી વગરની છે. ભાજપ જે રીતે પ્રજા સંપર્કમાં છે. પેઈજ પ્રમુખ સહિતની અનેક કામગીરી ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેથી દરેક વિસ્તારમાં જનસંપર્કમાં વધારો થાય ભાજપ હંમેશા લોકો વચ્ચે ઉભા રહી પ્રજાલક્ષી કાર્યો કર્યા છે. કયારેય પણ ઉમેદવાર જ્ઞાતી જોવામાં નથી આવતી બદલે તેઓનું કાર્ય જોવામાં આવે છે.

જ્યાં માનવી ત્યાં સુવિધાને ધ્યાને લઇ  વિકાસ કાર્યો કરીશું: પરેશ પીપળીયા

વોર્ડ ન ૪ માં દાવેદાર પરેશ પીપળીયા એ અબતક સાથે ની વાત ચિટ માં જણાવ્યું કે ગત ટમ માં તેવો એ કોર્પોરર તરીકે પોતાની સેવા આપી છે. ભારતીય જનતા પાર્ટી નો ઉદ્દેશ હંમેશા  લોકસેવા તથા વિકાસ નો રહ્યો છે.જ્યાં માનવી ત્યાં સુવિધાને ધ્યાન માં લઇ કર્યો કરીએ છીએ.ત્યારે વોર્ડ ન ૪ માં અમારા દ્વારા જે કોઈ કાર્યો થયા છે જે ટિમ થી થયા છે.વોર્ડ નં ૪ માં હાલ માં પ્રજા ને મૂંજવતા પ્રશ્નો ની સંખ્યા નહિવત છે.અમારા વોર્ડ માં પ્રજાના સાથ સહકાર અને પાર્ટીના વિશ્વાસ થી અમે અનેક રોડ રસ્તા પાણી સહિતના પ્રશ્નો હોઈ કે લાઈટ ના પ્રશ્નો અડધી રાતે પણ અમે તેના નિરાકરણ કરે છે.ત્યારે હજુ જો પાર્ટી ટિકિટ આપશે તો આ જ રીતે જનતા ની સેવા કરી વીકાસ ના કાર્યો કરીશું.

ભાજપ વ્યક્તિગત કામગીરીને બદલે ટીમથી કામ કરે છે: દલસુખ જાગાણી

પૂર્વ શાશક પક્ષ ના નેતા દલસુખ જાગાણી એ જણાવ્યું કે તેવો હાલ વોર્ડ નં ૬ મા દાવેદારી નોંધાવી છે.ખાસ ભાજપ પાર્ટી વ્યક્તિગત કામગીરીને બદલે ટિમ થી કામ કરે છે ત્યારે ખાસ આવતા દિવસો માં પાર્ટી મારી પસંદગી કરશે તો બનતા પ્રયત્નો કરી ને મારા હોદ્દા ને ન્યાય આપપવાનો પ્રયત્ન કારીસ. ઉપરાંત જનતા માટે હોવી વોર્ડનો ૬માં ડી આઈ પાઈપલાઈન નું કામ શરૂ કરવામાં આવશે.ઉપરાંત લોકો અમને વિશ્વાસ અને તેમના અમૂલ્ય મત થી જીતાળે છે. ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા લોકો માટે ખરી ઉતરી છે.માત્ર ચૂંટણી સમયે નહીં પરંતુ જન સંપર્ક ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાને લઇ આગળ કાર્યો કરવામાં આવશે.

વોર્ડ નં. ૮,૯,૧૦,૧૧,૧૨ વ્યક્તિની જ્ઞાતિ જોઈને નહીં પરંતુ તેમણે કરેલા કામોને જોઈને પસંદગી થશે: મહેન્દ્રસિંહ સરવૈયા (નિરીક્ષક)

ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ ખાતે કાર્યકરોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.લોકશાહી પ્રમાણે અહીંના લોકોને સાંભળવામાં આવશે. કોઈપણ વ્યક્તિ અને કાર્યકરોને પણ સાંભળવામા આવશે.ભારતીય જનતા પાર્ટી વ્યક્તિની સક્ષમતા જોઈને તેમને ટીકીટ આપે છે.ભલામણ એક પણ પ્રકારની ભાજપ ચલાવતું નથી. કોર્પોરેશનમાં દરેક જ્ઞાતિઓને સમાન ગણીને જ ટીકીટ આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી પહેલેથીજ લોકો માટે કામ કરતી રહી છે. માત્ર ચૂંટણી સમયેજ કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો વિરુદ્ધ છે. પેજ સમિતિની રચના ને કારણે તમામ સીટો પર જીતની આશા છે.

પાર્ટી મારા પર વિશ્ર્વાસ મુકશે તો જીતીને બતાવીશ: જીતુભાઇ કાટોડીયા

વોર્ડ નંબર ૯ માટે અપેક્ષિત ઉમેદવાર જીતુભાઇએ અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે હું ૧૯૯૩ થી બીજેપી સાથે જોડાયેલ છું.રૈયા નગર પંચાયત થઈ અને ત્યાર વાળ ૧૯૯૭માં હું કાઉન્સિલર તરીકે ચૂંટાયેલ.

પાર્ટીની વફાદારીમાં કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈજ વાદવિવાદ થયો જ નથી. વોર્ડ નંબર ૯માં ભાજપની જ પેનલ હતી. અનેકવિધ વિકાસ કર્યો થયા છે. જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જો પાર્ટી મારા પર વિશ્વાસ મુકશે તો જીતીને બતાડીશ અને જે કોઈ પણ વિસ્તારમાં વિતારવાસીઓની માંગ હશે તે મુજબ તમામ વિકાસ કર્યો કરવામાં આવશે.

પાર્ટી ફરી મારા પર વિશ્ર્વાસ મુકશે તો વિકાસ કાર્યોને વેગ મળશે: શિલ્પાબેન જાવીયા

ભાજપના પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવીયા સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. શિલ્પાબેને અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ૫ વર્ષમાં વોર્ડ ૯ નો અનેક ગણો વિકાસ થયો છે.પબ્લિક માટે સેન્ટ્રલી એસી કોમ્યુનીટી હોલ, ગુજરાતની પ્રથમ સૌથી મોટી સરકારી લાઈબ્રેરી પણ અહીજ નિર્માણ પામી છે.સાથે જ સૌથી વધુ પબ્લિક ગાર્ડન વોર્ડ નંબર ૯ માં આવેલ છે.પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ પણ અહીં જ આવેલ છે.પાર્ટી ફરીથી જો શિલ્પાબેન પર વિશ્વાસ મુકશે તો વિકાસ કર્યો ને વાયુવેગે આગળ વધારશે તેવું જણાવ્યું હતું.

વોર્ડ નં. ૯ને રાજ્યનો સૌથી વિકાસશીલ  વોર્ડ બનાવીશું: પ્રવીણ સેગલીયા

વોર્ડ નંબર ૦૯ માટે આજે સેન્સ પ્રક્રિયામાં આવેલ મુંજકાના રહેવાસી પ્રવીણ સેગલીયા અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો પાર્ટી મારા પર ભરોસો મુકશે તો ચોક્સથી વિજેતા બનીને મુંજકા સહિત વોર્ડ વિસ્તારમા વધુ ને વધુ વિકાસ કર્યો કરીશ.વોર્ડ ૦૯  ભાજપનો ગઢ છે અને ભાજપના પૂર્વ કોર્પોરેટર કમલેશભાઈ મીરાણી સહિતના કોર્પોરેટરોએ અનેક સેવાકીય પ્રવૃતિઓ સહિત લોક ઉપયોગી કર્યો કર્યા છે. લોકો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ અકબંધ રાખશે તેવી મને ખાતરી છે.

Loading...