Abtak Media Google News

તમિલનાડુમાં એઆઇડીએમકે, અને રજનીકાંત, ઓરિસ્સામાં બીજુ જનતાદળ, તેલંગાણામાં કે.ચંદ્રશેખર રાવ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના નવા સાથે પક્ષો હોય શકે તેવો રામ માધવનો નિર્દેશ

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીની સેમી ફાઇનલ સમાન ગણાતી ત્રણ હિન્દી રાજયોની ચુંટણીમાં નિષ્ફળતા મળી છે. જેથી એનડીએના સાથી પક્ષોએ ભાજપનું નાક દબાવવાની શરુઆત કરીને લોકસભામાં વધારે બેઠકો માંગી રહ્યું છે. જેથી, ભાજપે આગામી લોકસભાની ચુંટણીમાં ફરીથી વિજય પ્રાપ્ત કરવા હવે પ્લાન બી અમલમાં મુકયો છે. આ અંગેનો નિર્દેશ ભાજપના વરિષ્ઠ નેતા રામ માધને આપતા ભાજપ પક્ષો સાથે જોડાણ કરશે તેમ જણાવ્યું હતું.

રાજકીય ગઠ્ઠબંધનમાં સગવડ અને ગોઠવણ જરુરી હોય  છે તે માટે ભાજપ તૈયાર છે. તેમ જણાવીને રામ માધવે જણાવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાદા જેવા નાના પક્ષોએ અમારા ગઠ્ઠબંધનને છોડયું છે. પરંતુ અમો બીજા નવા પક્ષો સાથે ગઠ્ઠબંધન કરીશું ખાસ કરીને દક્ષિણ અને પૂવોત્તર ભારતમાં નવા સહયોગી પક્ષો શોધવા માટે અમો તૈયારી શરુ કરી દીધી છે.

લોકસભાની ચુંટણી આડે હવે થોડા મહીનાઓ બાકી છે ત્યારે એનડીએમાં રહેલા ત્રણ સાથી પક્ષોએ ભાજપનો સાથ જોડી દીધો છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ  દેશમ પાર્ટીએ ગત માર્ચ માસમાં જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફતી પીડીપી પાર્ટીએ ઓગસ્ટ માસમાં જયારે તાજેતરમાં બિહારમાં ઉપેન્દ્ર કુસવાડાએ એનડીએ છોડવાની જાહેરાત કરી દઇને ભાજપને મુશ્કેલીમાં મુકી દીધો છે.જેથી ભાજપને દબાણમાં મુકવા રામવિલાસ પાસવાન જેવા જુના રાજકીય ખેલાડીઓ તેનું નાક દબાવ્યું હતું.

જેથી ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે રામ વિલાસ પાસવાન અને નીતીનકુમાર સાથે તુરંત બેઠકો કરીને ચુંટણી પહેલા બિહારની પાંચ બેઠકો કરીને ચુંટણી પહેલા બિહારની પાંચ બેઠકો ઓછી કરીને ૧૭ બેઠકો પર લડવાની જાહેરાત કરીને સાથી પક્ષોને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પાસવાને આ રાજકીટ દબાણ દ્વારા લોકસભામાં ૬ અને રાજસભામાં ૧ બેઠક મેળવીને ગત ચુંટણી કરતા બે બેઠકો વધારે મેળવી લીધી હતી. ઉત્તર પ્રદેશના એનડીએના સાથી પક્ષ અપના દળે પણ ગઇકાલે ભાજપ પર દબાણ વધારીને ભાજપની કેન્દ્રીય નેતાગીરી તેમની ફરીયાદો તુરંત નહીં સાંભળી તો આગામી સમયમાં તેમનો પક્ષ ઉત્તર પ્રદેશના તમામ રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર કરશે.

જો કે રામ માધવે નવા ગઠ્ઠબંધન માટે પક્ષો કોણ હોય શકે તેનું નામ લીધું ન હતું. પરંતુ રાજકીય નીરીક્ષકોના મત મુજબ તમિલનાડુમાં શાસક પક્ષ એઆઇડીએમકે ભાજપનું ભાવિ સાથે હોય શકે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચેન્નાઇ ગયા હતા. ત્યારે તેમનું એઆઇડએમકે પાર્ટી દ્વારા ભારે ઉષ્માપૂર્વકનો આવકાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત તમિલનાડુમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્ર ઝંપલાવનારા રજનીકાંતની પાર્ટી સાથે પણ ભાજપ ગઠ્ઠબંધન કરી શકે છે. અહીં નો વિરોધ પક્ષ ડીએમકે અનેક વખત દાવો કરી રહ્યો છે. કે રજનીકાંત ભાજપને ફાયદો કરાવવા જ રાજકારણમાં આવ્યા છે.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેને પછડાટ આપીને ભવ્ય વિજય મેળવનારા તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પણ ભાજપના નવા સાથી હોય શકે છે. નોન બીજેપી, નોન કોંગ્રેસી રાજકીય મોરચો બનાવવાની જાહેરાત કરનારા કેસીઆરને ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરતી રહી છે. જયારે, ઓરિસ્સામાં બીજેડીના વડા અને મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો વચ્ચે સરખુ અંતર જાળવી રાખ્યું છે. તેઓ પર પણ ભાજપની નજર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયસભામાં ઉપસભાપતિપદની ચુંટણીમાં બીજેડીએ એનડીએના ઉમેદવાર હરીવંશ નારાયણ સીંગને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવીન પટ્ટનાયકની મદદ માંગતા તેમની પાર્ટીના આઠ મતો સીંગને મળ્યા હતા. જેથી બીજેડી પણ ભાજપના નવા સાથી પક્ષ હોય શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.