Abtak Media Google News

બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે વિવિધ બેઠક: કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાજી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ તથા ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ સહિત ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે બપોરે ૩.૦૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે જે.પી.નડ્ડાજીનું ભવ્ય સ્વાગત-અભિવાદન કરશે. ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે બપોરે ૪.૦૦ વાગ્યાથી ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે વિવિધ પ્રકારની બેઠકો યોજાશે. જેમાં, ભાજપા પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજક, પ્રદેશ અગ્રણીઓ, ભાજપાના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષઓ, જીલ્લા/મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખઓ, તમામ ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ તથા વિવિધ બોર્ડ/નિગમના ચેરમેન-ડે.ચેરમેનઓ ઉપસ્થિત રહેશે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તારીખ ૨૦ જુલાઇ, ૨૦૧૯ના રોજ નર્મદા ડેમ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે, ત્યાં મધ્ય ગુજરાતના ભાજપાના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનું સ્વાગત તથા અભિવાદન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.