Abtak Media Google News

ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયા ગામડાઓની મુલાકાતે, ઠેર-ઠેરથી મળ્યો બહોળો પ્રતિષાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય ૭૧ વિધાનસભાના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયાનું કમળ સળસડાટ ચાલી રહ્યું છે. ત્યારે લોધીકા તાલુકા ભાજપના મધ્યસ્થ કાર્યાલય લોધીકા ખોડીયાર ચોકમાં માજી કેન્દ્રીય મંત્રી સાંસદ રાજકોટ મોહનભાઈ કુંડારીયાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.

૭૧ રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયા લોધીકા તાલુકાનો પ્રવાસ ખેડી રહ્યા છે. ત્યારે ગામે ગામ તેઓનું ઢોલ નગારાનાં તાલે ધામધુમથી ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે. તેઓને દરેક ગામમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખાભાઈ ગ્રામ્ય વિસ્તારમાં ખુબ સારી એવી લોકચાહના ધરાવે છે. જેથી લોકો સ્વયંભુ આવી તેઓની મુલાકાતને આવકારે છે.

વધુમાં વાજડીવડ ગામનાં અનીરૂધ્ધસિંહ આર ડાભીએ ૧૦૦ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં પ્રવેશ કર્યો છે. ઉપરાંત મોટાવડા ગામના દલીત આગેવાનો પણ કોંગ્રેસ છોડી ભાજપના કેસરીયા રંગે રંગાયા છે.

કાર્યાલય ઉદઘાટન પ્રસંગે રાજકોટના માજી સાંસદ ગૌરક્ષક એવા વલ્લભભાઈ કથીરીયા તેમજ સંજયભાઈ ગોસ્વામી માજી જીલ્લા ભાજપ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા સહકાર, આગેવાન ચેતનભાઈ રામાણી રાજકોટ લોધીકા સંઘના વાઈસ ચેરમેન મનસુખભાઈ સરધારા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રાજ.લો. સંઘ ડિરેકટર મુકેશભાઈ તોગડીયા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મોરડ મહામંત્રી રાહુલકુમાર જાડેજા ઉપપ્રમુખ પરાગભાઈ વેંકરીયા લોધીકા સરપંચ જેન્તીભાઈ તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ કમાણી તાલુકા પંચાયત સદસ્ય અનિરૂધ્ધસિંહ ડાભી માર્કેટીંગ યાર્ડ રાજકોટના ડિરેકટર બકુલ સિંહ જાડેજા પ્રવિણસિંહ જાડેજા માજી તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મણ સિંહ જાડેજા કોઢા પીપળીયા સરપંચ સંજયભાઈ અમરેલીયા ઈટાળા સરપંચ લાખાભાઈ ચોવટીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ જસવંતભાઈ સભાયા ભાજપ જિલ્લા અગ્રણી મોહનભાઈ દાફડા મંત્રી મોહનભાઈ ખુંટ વેલુભા જાડેજા મોટાવડા હરભંમભાઈ કુગશીયા, હાસ્ય કલાકાર ધી‚ભાઈ સરવૈયા બક્ષીપંચ ભાજપ મોરચા પ્રમુખ રાજેશભાઈ રાઠોડ, ખીરસરા અનુ. જાતી મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા, ભાજપ ઉપપ્રમુખ ભીખુભા ડાભી વાજડી માજી કિશાન સંઘ ઉપપ્રમુખ હનુભા ડાભી ગીરીષભાઈ પરમાર અને ઘનશ્યામભાઈ પાંભર ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.