Abtak Media Google News

ભાજપ માટે અજેય ગઢ ગણાતી માળીયા-મોરબી બેઠક ઉપર છેલ્લી પાંચ ટર્મથી કાંતિભાઈ અમૃતિયા અભૂતપૂર્વ લોકચાહનાને કારણે ચૂંટાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે તેઓએ વિશાળ ટેકેદારવર્ગ સાથે ૪૦૦ ગાડીઓનો કાફલો અને હજારો કાર્યકરો સાથે આગામી ચૂંટણી માટે આ બેઠક ઉપર દાવેદારી કરી હતી.

આ ઉપરાંત મોરબી માળીયા બેઠક ઉપર ચૂંટણી લડવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા એ પણ બહોળા ટેકેદાર વર્ગ સાથે નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવા ટીકીટ માંગી હતી.

આ ઉપરાંત મોરબી માળીયા બેઠક લડવા કિશાન મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય વેલજીભાઇ ઉઘરેજા(બોસ), જીતુભાઇ પટેલ, મોરબી જીલ્લા ભાજપ મહિલા ભાજપના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, મોરબી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ રવીભાઇ સનાવડા, લલીતભાઇ કામરીયા, સંઘ પરિવારના હોદેદાર અને જીલ્લા ભાજપ કારોબારીના સદસ્ય શૈલેષભાઇ ભાલોડીયાએ પણ દાવેદારી નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.