Abtak Media Google News

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કર્ણાટકમાં જીતનો દાવો કર્યો છે. શાહે કહ્યું કે ભાજપ કર્ણાટકમાં 130થી વધુ સીટ જીતીને પ્રચંડ બહુમતથી સરકાર બનાવશે. અમને કોઈના સમર્થનની જરૂર નથી. યેદિયુરપ્પા પોતાની સરકારના 5 વર્ષ પૂરાં કરશે અને નરેન્દ્ર મોદીપહાડની જેમ તેમની સાથે ઊભા રહેશે.

ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં શાહે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આડે હાથ લીધા હતા. તેઓએ કહ્યું કે કર્ણાટકનો વિકાસ પણ બેંગલુરુના ટ્રાફિકની જેમ જામ થઈ ગયો છે, સિદ્ધારમૈયા વિધાનસભા ચૂંટણીમાં બંને સીટ પર હારશે. કર્ણાટકની 224 વિધાનસભા સીટ પર 12 મેનાં રોજ મતદાન થશે, જ્યારે પરિણામ 15 તારીખનાં રોજ જાહેર થશે.

અમિત શાહે કહ્યું કે કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બદથી બદતર થઈ છે. કોઈ અધિકારીએ આત્મહત્યા કરી લીધી, કોઈ હોટલમાં છે તો ધારાસભ્યનો દીકરો મારીને ચાલ્યો જાય છે. 12-13 વર્ષની દીકરી સાથે રેપ થાય છે.પકડાવવાના ડરથી તેની હત્યા કરવામાં આવે છે. ચેન સ્નેચિંગની ઘટનાઓમાં 151 %નો વધારો થયો છે.

કાયદા વ્યવસ્થાના મામલે કર્ણાટક સરકારમાં ઘણી ત્રુટીઓ જોવા મળી છે. ભાજપ અને સંઘના 24 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી અને સરકાર તેને રાજનીતિનો ભાગ માને છે. હત્યારાઓને પકડવા માટે સરકાર કોઈ પ્રયાસ નથી કરી રહી. કર્ણાટકનો વિકાસ બેંગલુરુના ટ્રાફિકની જેમ જામ થઈ ગયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.