ભાજપને વધુ પાંચ વર્ષ માટે બહુમતી સાથે સત્તા મળશે

amit-shah
amit-shah

૧૮૨માંથી ૧૦૮ ભાજપને અને ૭૪ કોંગ્રેસને મળશે: એક્ઝિટ પોલના આંકડા

ગુજરાત વિધાનસભાની સાથો સાથ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા પણ જાહેર થઈ ગયા છે. જે મુજબ ભાજપનું કમળ હિમાચલ પ્રદેશમાં પણ ખીલવાનું છે.

ભાજપ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લઈ સરકાર રચશે. કોંગ્રેસના મુખ્યમંત્રી વિરભદ્રસિંહનો તાજ છીનવાઈ જશે. એક્ઝિટ પોલ અનુસાર ભાજપને હિમાચલ પ્રદેશમાં ૪૧ બેઠકો મળી શકે છે. સરકાર રચવા ૩૫ બેઠકો મેળવવી અનિવાર્ય છે.

બીજી તરફ કોંગ્રેસને ૨૫ બેઠકો મળે છે. અન્યને ૨ બેઠકો મળે છે. વર્ષ ૨૦૧૨માં ભાજપને ૨૬ બેઠકો મળી હતી.

જયારે કોંગ્રેસને ૩૬ બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસને ૧૫ બેઠકોનું નુકશાન જઈ રહ્યું છે.

Loading...