Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતને એઈમ્સ ફાળવવા બદલ આભાર વ્યકત કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. બિમારીમાં મોંઘી દવાથી છુટકારો મળે તે માટે સસ્તી અને ગુણવતાયુકત દવાઓના જેનેરિક મેડિકલ સ્ટોર જન ઔષધી કેન્દ્ર તથા આયુષમાન ભારત યોજનાની સફળ શરૂઆત બાદ હવે ગુજરાતમાં રાજકોટ ખાતે ૧૨૦૦ કરોડના ખર્ચે એઈમ્સ હોસ્પિટલ બનાવવાની મહત્વની જાહેરાત આજે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાનો સમગ્ર ગુજરાતની જનતાવતી આભાર માનું છું. વાઘાણીએ જણાવ્યું હતું કે, અદ્યતન સુવિધાથી સજજ એઈમ્સ હોસ્પિટલ બનતા અનેકવિધ જટીલ રોગોની ખર્ચાળ તબીબી સારવાર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને આસાનીથી ઉપલબ્ધ થશે. ગંભીર બિમારીની સારવાર માટે ગુજરાતવાસીઓને હવે નહીં જવુ પડે. ગંભીર બિમારીની સસ્તા દરે હવે ઘર આંગણે જ સારવાર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.