Abtak Media Google News

બિહારની ૪૦ લોકસભા સીટોમાંથી જનતાદળને ૧૬ અને ભાજપને ૧૭ બેઠકોની વકી

ભાજપ સાથેની કોલ્ડવોર બાદ અંતે ૨૦૧૯ની ચુંટણીને લઇ જેડીયુ સાથે સંધી કરવામાં આવી બિહારની ૪૦ લોકસભાની સીટોમાંથી જનતાદળને ૧૬, ભાજપને ૧૭ બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના બીજા અઠવાડીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વડા અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી વચ્ચેની મીટીંગમાં જ આ સીટોનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો રાજના રામ વિલાસ પાસવનને પાંચ સિટો અને ઉપેન્દ્ર કુશવાહાને બે સીટો મળશે.

જો કે આ અંગેની ઔપચારીક જાહેરાત કરવામાં આવી નથી. ભાજપ યોગ્ય સમયની વાંટમાં છે. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં માત્ર બે સિટો જીતનાર નીતીષ કુમારને કારણે એનડીએની દરેક પાર્ટીએ સીટો ગુમાવવી પડી શકે છે. જેનો સૌથી મોટો ફાયદો ભાજપને થશે. રામ વિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાએ પણ એક એક સીટો ગુમાવવી પડી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્ર યાદવ ઉપર પણ ચુંટણીનું પ્રેસર વધું છે.

ભાજપે કહ્યું હતું કે તેઓ ૨૦૧૫માં ગ્રાન્ડ એલીયાન્સની નીતી અપનાવશે જેમાં નીતીશ કુમારે સરળ રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસે માત્ર ૪ લો-મેકરો છે અને તેમણે ૪૩ સીટો મેળવી છે ભાજપ માટે ૨૦૧૯ની ચુંટણી પટનામાં ફળવાની શકયતાઓ બમણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.