Abtak Media Google News

પ૦૦ થી વધુ આગેવાનો રહ્યા ઉ૫સ્થિત: ત્રણ લાખથી વધુની બહુમતિથી જીતવાનો વિશ્વાસ વ્યકત કરતા કુંડારીયા

મોહનભાઈએ  પોતાની રાજનીતિની શરૂઆત પડધરી ટંકારા  મતવિસ્તારમાંથી કરી હતી અને છેલ્લા ૨૦ વર્ષથી લોકો એ તેમને ચૂંટ્યા છે અને મોહનભાઈ પણ આ બધા આગેવાનો અને કાર્યકરોને પોતાના પરિવારના સભ્યો જ માને છે  ત્યારે પડધરી તાલુકામાં માનનીય શ્રી મોહનભાઈ કુંડારીયા ની આગેવાનીમાં ભાજપનુ સંમેલન યોજાયુ. ૫૦૦થી પણ વધારે ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગત લોકસભાની ચૂંટણીમાં મોહનભાઇ ૨,૪૬,૦૦૦ મતની જંગી લીડથી વિજય થયા હતા અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ત્રણ લાખથી પણ વધારે જંગી બહુમતીથી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોહનભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લાને ફશશળત હોસ્પિટલ મળી છે જેથી નાનામાં નાના લોકોને હોસ્પિટલ નો રાહત દરે લાભ મળશે. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં કાર્યકરોએ મોહનભાઇને વિશ્વાસ આપ્યો છે કે તેને પડધરી ટંકારા ના કોઇપણ ગામમાં પ્રચાર કરવાની જરૂર પડશે નહીં તમામ બધા જ કાર્યકર્તાઓ બધા જ કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવી મોહનભાઈના જંગી લીડ મળે તેવા પ્રયત્નો કરશે.  મોહનભાઈ એ ખુદ સ્વીકારેલું કે ટૂંક સમયમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં આગેવાનો કાર્યકરો તથા જનમેદની ઉત્સાહપૂર્વક ઉમટી પડી હતી.

સમગ્ર આગેવાનો તથા કાર્યકર્તાઓએ મોહનભાઈ ને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત પડધરી ટંકારા મતવિસ્તાર પૂર્વ ધારાસભ્ય શ્રી બાવનજીભાઇ  મેતલીયા, રાજકોટ ભાજપ અગ્રણી  દિલીપભાઈ ગાંધી, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ  હઠીસિંહ જાડેજા, પડધરી તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ તળપદા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઈ તળપદા, પડધરી તાલુકા ભાજપ મહામંત્રી મનોજભાઈ પેઢડીયા અને  પ્રવીણભાઈ હેરમા, પડધરી તાલુકા ગ્રામ પંચાયત સરપંચ એસોસિયેશન ના પ્રમુખ શ્રી ગિરિરાજ સિંહ જાડેજા (હડમતીયા જં.) પ્રદ્યુમનભાઈ સાતા, બાબુભાઈ ચાવડીયા, છગનભાઈ વાસજાળિયા, પડધરી ગ્રામ પંચાયત સરપંચ ડોક્ટર વિજય પરમાર , ઉપ-સરપંચ ચેતનસિંહ જાડેજા, એડવોકેટ પ્રફુલભાઈ કોટક, વસંત ભાઈ કણજારીયા, રવિરાજસિંહ જાડેજા, અનિલ બાંભવા, વિરમ ધ્રાંગીયા, ડો.વસાણી સાહેબ, ડો. ઉપાધ્યાય સાહેબ, દોલુભાઈ ડોડીયા, અને તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ વધુમાં વધુ મતદાન થાય અને ભાજપ તરફી મતદાન થાય તેવુ આહવાન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.