Abtak Media Google News

ઓ.બી.સી. નિગમના ચેરમેન નરેન્દ્રબાપુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ૫૪૬ લાખની રિકવરી અને ૨૪૪ લાખની કરાઈ ફાળવણી

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રબાપુ સોલંકીની અધ્યક્ષતામાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બક્ષીપંચના ૨૪૩ શૈક્ષણિક અરજીઓ લાર્ભાથીઓની પસંદગી સમિતિમાં મંજૂર કરી હતી. તેમજ શૈક્ષણિક લોન યોજનામાં શૈક્ષણિક લોનના ૨૩૭ લાર્ભાથી અને ધંધા વ્યવસાયના ૪ લાર્ભાથીઓને મળી કુલ ૨૪૩ લાર્ભાથીઓને રૂ.૨૪૪ લાખની ફાળવણી કરી ચૂકવણું કરવામાં આવ્યું હતું. તેમજ આ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમનો એન.બી.સી.એફ. ડી.સી. નવી દિલ્હીએ નેશનલ એન્યુઅલનો રૂ.૨૧ કરોડનો એકશન પ્લાન મોકલવામાં આવ્યો છે.

આ ઉપરાંત રૂ.૫૪૬ લાખની કુલ રીકવરી તેમજ રૂ.૨૪૪ લાખની ફાળવણી કરવામાં આવેલ હતી. આ તકે નરેન્દ્રબાપુ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, બક્ષીપંચ સમાજનો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થાય તે માટે ભાજપા સરકાર સજ્જ બની છે.

આમ સરકાર દ્વારા ઓ.બી.સી. નિગમને આપવામાં આવતા લાભો વધુને વધુ ઓ.બી.સી. સમાજને મળે તે માટે આવનારા દિવસોમાં જિલ્લા વાઈઝ તબકકાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે તેમ નરેન્દ્રભાઈ સોલંકીએ અંતમાં જણાવ્યું હતું. આ બેઠકમાં નરેન્દ્રબાપુ સોલંકીની અધ્યક્ષતામાં એમ.ડી.અલગોતર સમાજ કલ્યાણ અધિકારી પટેલભાઈ તેમજ ચેરમેનના પી.એસ.નિલેશભાઈ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.