Abtak Media Google News

શા માટે ક્રિપ્ટોકરન્સી જોખમી?

ટેકનોલોજીના અભાવ છતાં વરલી મટકા જેવા જુગારે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું

વિશ્વનો સૌથી મોટા ડિજિટલ સિક્કો તૂટતા રોકાણકારોમાં ભારે હતાશા

જુગાર અને સટ્ટો આદિકાળથી જ સમાજ જીવનને નુકશાનકર્તા બન્યું છે. મહાભારતમાં યુધિષ્ઠીરે પણ ચોપાટમાં રાજપાઠ અને દ્રોપદીને હારીને તમામ વસ્તુઓ ગુમાવી હતી. ત્યારે સટ્ટાબજાર વિશ્વ લેવલે સાંપ્રદ સ્થિતિમાં માજા મુકી રહ્યું છે. પહેલાના જમાનામાં જયારે ટેકનોલોજીનો અભાવ હતો તે સમયે પણ વરલી મટકા જેવા નાના-મોટા જૂગારોનું ગ્રામ્ય વિસ્તારમાં પણ વલણ હતું ત્યારે ક્રિકેટ, રાજકારણ અને સમાજ ઉપર સટ્ટા રમાતા ન હતા પરંતુ આજે લોકો સટ્ટાબજારમાં એવા ફસાઈ છે કે લોકોને આપઘાત કરવાના વારા આવે છે.

કહેવાય છે કે, સફળતા દ્રઢ નિશ્ચય અને મહેનત દ્વારા જ મેળવી શકાય છે છતાં લોકો સરળ રસ્તા અને સાધનોના ઉપયોગથી તાત્કાલીક કમાણી કરવા તરફની દોટ મુકી રહ્યાં છે. આજે લાલચને કારણે બુદ્ધિજીવી અને શિક્ષણ ક્ષેત્રના લોકોનું પણ સટ્ટાબજાર તરફ આકર્ષણ જોવા મળતું હોય છે. ત્યારે સરકાર અગમચેતી રૂપે ક્રિપ્ટો કરન્સીને નાબૂદ કરવા માટે ભારતમાં બીટકોઈનને બંધ કરી બેંગ્લોરમાં ભારતનું સૌપ્રથમ બીટકોઈન એટીએમ બન્યું હતું જેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

વિશ્વભરમાં ત્રણ વર્ષમાં બીટકોઈનમાં સટોડીયા, જુગારીઓ બાદ હવે રોકાણકારો પણ ક્રિપ્ટો કરન્સી તરફ ખેંચાઈ રહ્યાં છે. બીટકોઈન મંગળવારે વર્ષની સૌથી નીચલી સપાટીએ પહોંચી ચૂકયો હતો. બીટકોઈને અઠવાડિયામાં ૨૫ ટકા જેટલી વેલ્યુ ગુમાવી છે. આ સ્થિતિમાં જો રોકાણકારોએ બીટકોઈનમાં ઈન્વેસ્ટ કર્યું હોય તો તેમને મોટી નુકશાની થવાની સંભાવનાઓ છે.

એક જ અઠવાડિયામાં વિશ્વના સૌથી જાણીતા ડિજીટલ સિક્કામાં ૨૫ ટકાના ઘટાડાની સાથે નાના કોઈન અને વ્યાપક ક્રિપ્ટો કરન્સી પણ લોકો વેંચવા લાગ્યા છે. જો કે ગયા સપ્તાહમાં બીટકોઈનના પતનમાં અચાનક ઘટાડો થયો હતો. જેને સંબંધીત સ્થિરતાની સ્થિતિને લઈ ૨૫ ટકા વેલ્યુમાં જે ઘટાડો થયો છે તેને લઈ વિશ્વભરના લોકો ચિંતીત થયા છે. બીટકોઈન ૪૩૨૭ ડોલર સુધી પહોંચી ગયું છે. ઓકટોબર ૨૦૧૭થી બીટકોઈનનું પ્રમાણ સતત ઘટતાક્રમે નોંધાયું હતું ત્યારે બીટ સ્ટેમ્પ એકસ્ચેન્જ પણ આશરે ડોલર ૪૭૫૦નું ટ્રેડીંગ કરી રહ્યું હતું.

ઈન્ટ્રોના વરિષ્ઠ બજાર નિષ્ણાંત શલદ મતી ગ્રીસ્પને જણાવ્યું કે, જયારે બીટકોઈનની કિંમત વધતી હોય છે ત્યારે સતત સ્ટોપ લોસ ઓડર્સ આવતા હોય છે ત્યારે વિશ્વના સૌથી મોટા ડિજીટલ સિક્કાને તૂટતા જોઈ રોકાણકારોમાં ભારે હતાશા જોવા મળી છે ત્યારે લાસવેગાન્સ કસીનો જેવા જુગારો વિદેશી રોકાણકારોને પોતાની તરફ આકર્ષે છે. ભારતના કેટલાક એવા વેપારીઓ છે જે દૂબઈ, હોંગકોંગ જેવા દેશોમાં બીટકોઈન મારફતે વેપલો કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.