Abtak Media Google News

રાજકોટમાં સદ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ તથા વિવિધ જિલ્લાઓમાં ખોડલધામ સમિતિ દ્વારા આયોજન: વહેલી સવારથી રકતદાન કરવા લોકોનો ઘસારો

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે આજે ઠેર-ઠેર મેગા રકતદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. સમાજના દરેક લોકોને મુશ્કેલીના સમયમાં રકત મળી રહે તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

Img 1112આજરોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના ૫૩માં જન્મદિવસ નિમિતે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ઠેર-ઠેર રકતદાન કેમ્પનું આયોજન ખોડલધામ ટ્રસ્ટની વિવિધ જીલ્લા સમિતિ તથા રાજકોટના સદજયોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલની ઈચ્છા હતી કે તમામ વર્ગના લોકોને અમુલ્ય ભેટ આપવી. રકત એ એવી વસ્તુ છે જે પૈસા ખર્ચવા છતા યોગ્ય સમયે મળી શકતુ નથી. રકતએ મૃત્યુની પથારી પર સુતેલી વ્યકિતને નવજીવન અર્પે છે. આજરોજ યોજાઈ રહેલા રકતદાન કેમ્પોમાં ૫ હજારથી વધુ રકતની બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક સ્વયંસેવકોએ નકકી કર્યો છે. ત્યારે લોકો તરફથી પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વહેલી સવારથી જ રકતદાન કરવામાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંક, રેડક્રોશ બ્લડ બેંક તથા નાથાણી બ્લડ બેંકના સહયોગથી સરદાર પટેલ ભવન, ચંદ્રેશનગર પાણીના ટાંકા સામે, મવડી પ્લોટ ખાતે સવારે ૮ કલાકથી કેમ્પનો પ્રારંભ થયો હતો. જેમાં બહોળા પ્રમાણમાં જનમેદની ઉમટી રહી છે. બપોરે ૧૨ કલાકે આ કેમ્પની પૂર્ણાહુતિ થશે.

Img 1119અમરેલીમાં ખેડુત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ ખાતે સમય બપોરે ૪ થી સાંજના ૮ વાગ્યા સુધી, ભાવનગરમાં ખોડલધામ જીલ્લા કાર્યાલય ૭૭૧-એ વિજયરાજ નગર યુનિવર્સીટી ગેઇટની સામે ભાવનગર સમય સવારે ૯ વાગ્યાથી,  બોટાદમાં પટેલ સમાજની વાડી હિફલી બોટાદ સમય સવારે ૮.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી, પાટણમાં મ્યુઝીયમ હોલ કોલેજ કેમ્પસ સવાચરે ૮.૩૦ કલાકે,  ભ‚ચમાં ખોડલધામ જીલ્લા સમીતી તથા જગડીયા તાલુકા સમીતી ઉપક્રમે રાણીપુરા પ્રાથીમક શાળા તાલુકો જગડીયા ભ‚ચ સયમ સવારે ૯ થી બપોરે ૧ર,  વડોદરામાં પટેલ પંચની વાડી ગોરવા ગામ વડોદરા-૧૬ સમય ૯ થી ૧ અને અરવલ્લી માં મોર ડુંગળી ગામ જલારામ મંદીર તાલુકો માલપુર સમય સવારે ૯ થી ૧૧ રકતદાન કેમ્પ યોજાશે.

જુનાગઢ ગીરસોમનાથમાં  નરેશભાઇ પટેલના જન્મદિવસ નીમીત્તે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા સ્વયંસેવકો દ્વારા સમુહ દિપયજ્ઞ અને અંધશાળામાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. કયાડાવાડી જોષીપુરા ખાતે બપોરે ર થી પ દિપયજ્ઞ અને સાંજે ૬ થી ૯ અંધશાળામાં ભોજન કરાવવામાં આવશે. સુરતમાં સવારે ૮ વાગ્યેથી સીવીલ હોસ્૫િટલમાં ફુટ પેકેટ વિતરણ કરવાનું કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરાયું છે. જામનગર ખોડલધામ જીલ્લા સમીતી દ્વારા બપોરે ૧૧ થી ૧ દરમીયાન અનાથ બોળકોને ભોજન તથા ‚દ્રીયજ્ઞ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.