Abtak Media Google News

સુપ્રીમ કોર્ટમાં ૫૨૭ એકર જમીન ફાજલ કરવાનો નિર્ણય કાયમ રહ્યો હોવા છતા કોર્ટના હુકમનું ખોટુ અર્થઘટન કરી મામલતદારે જમીનને ખાનગી નામે કરી દીધી ‘તી:રાજકોટ જિલ્લા કલેકટરે ત્રણેય હુકમોનો કેસ રીવીઝનમા લઈને આપ્યો મહત્વનો ચૂકાદો

તાજેતરમાં ગાજેલા બામણબોર જમીન કૌભાંડ રાજકોટ જિલ્લા કલેકટરે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટમાં ૫૨૭ એકર જમીન ફાજલ કરવાનો નિર્ણય કાયમ રહ્યો હોવા છતાં કોર્ટના હુકમનું ખોટુ ર્અઘટન કરી મામલતદારે જમીનને ખાનગી નામે કરી દીધી હતી. બાદમાં મામલતદારે કરેલા કુલ ત્રણ હુકમોનાં કેસને રાજકોટ જિલ્લા કલેકટરે રીવીઝનમાં લઈને આ હુકમ ૨૧ કરવાનો આદેશ કર્યો છે.

ચોટીલા તાલુકાના બામણબોરની સર્વે નં.૧૦૪ પૈકી અનુક્રમે ૧૪૪ એકર, ૧૯૮ એકર અને ૧૮૫ એકર જમીનની માલીકીના વિવાદ મામલે ડેપ્યુટી કલેકટરી માંડી કલેકટર કક્ષા સુધી કેસ ચલાવવામાં આવ્યો હતો. આ તમામ કિસ્સામાં સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ જમીન સરકારની માલીકીની હોવાનું ઠેરવ્યું હતું. આમ છતાં મામલતદાર ચોટીલાએ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણીને બામણબોરની ૫૨૭ એકર જમીન રામભાઈ નાનભાઈ ખાચર, રાજેશ રામકુભાઈ ખાચર, સરોજ રામકુભાઈ ખાચર અને નાનભાઈ હાીયાભાઈના કાયદેસરના વારસદાર ઈન્દ્રાબેનના નામે કરી દેવામાં આવી હતી. જો કે આ કૌભાંડ બહાર આવે તેની શકયતા ઓછી હતી પરંતુ રાજકોટ નજીક હીરાસર ગામે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનું હોવાી ચોટીલા તાલુકાની હદમાં આવતા બામણબોર, જીવાપર સહિતના પાંચ ગામો રાજકોટ તાલુકાની હદમાં મુકવામાં આવ્યા છે. જેી રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા શંકાસ્પદ લાગતા મામલતદારના ખાનગી જમીન ઠેરવી દેતા ત્રણેય હુકમો રીવીઝનમાં લેવામાં આવ્યા હતા.

આ કેસમાં ચોટીલાના મામલતદારે તા.૫-૭-૧૮ના રોજ સુપ્રીમ કોર્ટના હુકમનું ખોટુ ર્અઘટન કરી અરજીના આધારે વડવાઓએ હકુભા ખાચરની તરફેણમાં તા.૧૨-૮-૫૭ના રોજ કરી આપેલું અને રજીસ્ટર સેલ ડીડને ધ્યાને લઈને ત્રણેય કેસોમાં હકુભા ખોડુભા ખાચરને નામે નોંધ કરી હતી.

જેને રાજકોટ જિલ્લા કલેકટરે રીવીઝનમાં લઈ આખરી તા તમામ નોંધના વ્યવહાર રીવીઝનમાં લઈ રદ કરવાનો હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં જમીન ટોચ મર્યાદાની ન્યાયીક કાર્યવાહી દરમિયાન પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરી બીનપીયતની જમીનો નામે કરાવી લાભ મેળાવનાર વ્યક્તિઓ સો મેળાપીપણુ કરીને ગુનાહીત કાવતરૂ રચવા બદલ નિવાસી અધિક કલેકટર સી.જી.પંડયા, પ્રાંત ચોટીલા વી.ઝેડ.ચૌહાણ, મામલતદાર ચોટીલા, જે.એલ.ધાડવી તેમજ જમીન ખાતે કરાવી લાભ મેળવનાર વ્યક્તિઓ સામે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કનકપતિ રાજેશ દ્વારા એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે એસીબીએ ઉપરોક્ત તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચલાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.