Abtak Media Google News

બાઈક પરથી ફંગોળાયેલા યુવાન રોંગ સાઈડમાં પટકાતા કાર નીચે ચગદાયો

ભુજ મીરજાપર બાયપાસ પર પુરપાટ ઝડપે મોટર સાયકલ પર જતાં યુવકનું બાઈક સ્લીપ થયું ડિવાઈડર સાથે ભટકાતા યુવક સામેના રોડ પર પડયો અને માર્ગ પરથી પસાર થતી કારે તેને કચડી નાખતા તરફડીયા ખાતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ તેને સારવાર નશીબ થાય તે પૂર્વે મોત આંબી ગયું.

જુવાનજોગ પુત્રના મોતથી તેના માતા-પિતા સહિત સગાસબંધીઓમાં અરેરાટી સાથે આક્રંદ છવાઈ ગયો હતો.

ભુજ ભચાઉ તાલુકાના કડોલ ગામનો અને હાલ ભુજમાં અભ્યાસ કરતો કિશન પેથાભાઈ લોંચા (ઉ.વ.૧૭) આવેલી હોસ્ટેલમાં રહેતો હતો અને સોમવારે બપોરે સ્કૂલમાંથી છુટીને જતો હતો ત્યારે તેની મોટર સાયકલ પુનીતવન નજીક માર્ગ પર સ્લીપ થઈ ગઈ હતી, જેને પરિણામે તે બાઈક સહિત ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને ઉછડીને સામેના રોડ પર ફંગોળાતા મીરજાપર તરફથી આવતી કાર જીજે૧૨સીજી-૬૧૬૮ની નીચે ચગદાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને થતાં તાબડતોબ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાતા જયાં સારવાર કારગત થાય તે પૂર્વે કિશનને દમ તોડી દીધો હતો.

એ ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી યુવકના મૃતદેહને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. તો બનાવને પગલે સેન્ટઝેવિયર્સના સ્કૂલના ફાધસર તેમજ શિક્ષક તથા સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવકના વાલી દોડી આવ્યા હતા. મૃતકે બે માસ પૂર્વે જ બાઈક ખરીદ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.