Abtak Media Google News

ફયુચર ગ્રુપનો શેર વર્ષમાં ૬૫ ટકા ઘટયો: પાંચ વર્ષના તળિયે

બીગ બજારનું સંચાલન કરતા કિશોર બિયાનીનું ફયુચર ગ્રુપ આર્થિક સંકડામણમાં છે અને ૮૦ ટકા હિસ્સો ગીરવે મુકયો છે.

૧૯૯૬માં કિશોર બિયાનીએ ફયુચર ગ્રુપની સ્થાપના કરી હતી. ફયુચર ગ્રુપ દેશમાં ૧૩૦૦ બિગ બજાર જેવા સ્ટોર સંચાલક સાથે આ ક્ષેત્રનાં બીજા નંબરે છે.

આ ગ્રુપ એક તરફ ધંધાકીય હરીફાઇનો સામનો કરી રહ્યું છે જયારે બીજી બાજુ  વડાપ્રધાનને ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરતાં વધુ એક પડકાર ઉભો થયો છે.

ફયુચર ગ્રુપમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં એમેઝોન ૧૯૩૦ લાખ ડોલરનું કંપનીના શેર વગેરેમાં રોકાણ કર્યુ છે. આ ઉપરાંત બ્લેક સ્ટો ગ્રુપે પણ આજ સમય ગાળામાં ૨૩૬૦ લાખ ડોલરનું રોકાણ કર્યુ છે.

એક તરફ લોકડાઉનના પગલે પોતાના જીવન જરૂરી ચીજવસ્તુઓના સ્ટોરની શ્રૃંખલાને ચાલુ રાખવા પ્રયાસો કરવા સાથે સાથે કિશોર બિયાની આ ગ્રુપ પર પોતાનો કબ્જો રહે તે માટે પણ પ્રયત્નશીલ છે. ગ્રુપના સંચાલનમાં નાણાં રોકીને કે કેટલાક અસ્કયામતો વેચીને આર્થિક સઘ્ધરતા જાળવી રાખવાના પ્રયાસો ચાલુ છે. આ કંપનીનો શેર આ વર્ષે ૬૫ ટકા ધટી ગયો છે. અને ભાવ પાંચ વર્ષના તબિબે  પહોચી ગયો છે. કિશોર બિયાની પરિવારે એક વર્ષમાં અડધોથી વધુ હિસ્સો ગુમાવ્યો છે. ફયુચર ગ્રુપનું ૧૬૦ લાખ ડોલરનું દેણું છે જેમાં ૮૦ ટકા હિસ્સો શેર રૂપે ખાનગી રોકાણકારોનો છે. ૧૩ ટકા અન્ય ભારતીય રોકાણકારો છે અને બાકીનો હિસ્સો બેંકોનો છે તેમ આરઇડપીનો અંદાજ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.