Abtak Media Google News

ત્રણ મહિના પહેલા શરુ થયેલ રીયાલીટી શો બિગબોસ ૧૧ નો સફર પૂર્ણ થઇ ગયો છે. ૧૯ કન્ટેસ્ટંટની સાથે શરુ થયેલ બિગબોસને તેનો વિનર મળી ગયો છે. જી હાં, આ વિનર કોઈ અન્ય નહિ પરંતુ અંગૂરી ભાભી Shilpa Shinde છે. Shilpa Shinde ટીવીની લાડલી બહુ હીના ખાનને હરાવી આ ટ્રોફી પોતાના નામે કરી દીધી છે.

‘બિગ બોસ 11’નો ખિતાબ શિલ્પા શિંદેએ જીતી લીધો હતો. રવિવારે બિગ બોસનું ગ્રાન્ડ ફિનાલે લોનાવાલામાં યોજાયુ હતું. શિલ્પા શિંદેને ટ્રોફી સાથે પ્રાઇઝમનીના રૂપમાં 44 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ટોપ 2માં શિલ્પા શિંદે સાથે હિના ખાન પણ પહોચી હતી પરંતુ તે ખિતાબ જીતવાથી ચુકી ગઇ હતી.

અક્ષય કુમાર બન્યો ખાસ મહેમાન

અક્ષય કુમાર બિગ બોસ 11ની ગ્રાન્ડ ફિનાલેમાં પહોચ્યો હતો. આ દરમિયાન તેને અને સલમાન ખાને ઢિંચેક પૂજા સાથે ફની મોમેન્ટ્સ શેર કરી હતી. એટલુ જ નહી, બન્નેએ સાથે સેલ્ફી પણ લીધી હતી.

શિલ્પાની સફર આ સીઝનમાં ઘણી યાદગાર રહી છે. શિલ્પાએ પ્રથમ દિવસથી જ દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. શિલ્પા અને વિકાસ ગુપ્તાની લડાઈ આ સીઝનનો ચર્ચાનો વિષય બનીને રહી છે. કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.