Abtak Media Google News

હોસ્પિટલે મોડા એડમીશન અને કુપોષણને નવજાતોની મૃત્યુનું કારણ દર્શાવ્યું

અદાણી એજયુકેશન અને રિસર્ચ ફાઉન્ડેશન સંચાલીત જી.કે. હોસ્પિટલમાં નવજાતોની મૃત્યુનો આશ્ર્ચર્યજનક આંકડો સામે આવતા સરકારે તપાસના આદેશો આપ્યા છે. જી.કે. હોસ્પિટલમાં પાંચ જ મહિનામાં ૧૧૧ નવજાત શિશુઓના મોત થયા છે. જોકે હોસ્પિટલ આ મૃત્યુંકનું કારણ કુપોષણ અને એડમીશન મોડુ થવાનું ઠેરવ્યું છે. ગુજરાતનાં સ્વાસ્થ્ય મંત્રી જયંતિ રવિએ જણાવ્યું હતુ કે નવજાતોની મૃત્યુના કારણો જાણવા માટે અમે નિષ્ણાંતોની ટીમ તૈયાર કરી છે. અને કારણ મળ્યા બાદ હોસ્પિટલ અથવા ગુનેગારો પર ચોકકસથી કડક પગલા લેવામાં આવશે હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ જી.એસ.રાવના ડેટા પ્રમાણે જાન્યુઆરી ૧ અને ૨૦મી મે સુધીમાં ૭૭૭ નવજાત હોસ્પિટલમાં નોંધાયા હતા. જેમાંથી ૧૧૧ના મોત થયા તો તે જણાવે છે કે મોર્ટાલીટી રેટ ૧૪ ટકા જ છે?

આજ હોસ્પિટલમાં ૨૦૧૭માં ૨૫૮ નવજાત શિશુઓના મોત થયા હતા. ત્યારે ૧૮૪ અને ૧૬૪ના મોત ૨૦૧૬ મા થયા ચોંકાવનારી બાબત એ છેકે આખરે આ હોસ્પિટલમાં જ કેમ આટલી મોટી સંખ્યામાં નવજાતના મોત થઈ રહ્યા છે. એડમીશનની સરખામણીએ ૨૦૧૫માં ૧૯ ટકા જેટલાના મોત કઈ રીતે શકય હોય શકે છે? વર્ષો વર્ષે જી.કે હોસ્પિટલમાં મૃત્યુના આંકડાઓ વધી રહ્યા છે.

૨૦૧૬માં ૧૮ ટકા અને ૨૦૧૭માં ૨૧ ટકા બાળકોનાં પ્રાણ પંખે‚ ઉડી ગયા કે ઉડાડી દેવામાં આવ્યા તે એક કંપાવનારો સવાલ છે. જોકે હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે કચ્છ જિલ્લામાં સુવિધાની અછતને કારણે ડિલીવરી વખતે હોસ્પિટલમાં દાખલ થવામાં પરિવહનનો સમય વધતા સ્ત્રીઓને એડમીટ થવામાં વાર લાગે છે. અને મૃત્યાંકનું મુખ્યાકનું મુખ્ય કારણ પણ એ જ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.