Abtak Media Google News

નવજાત શિશુને મગજનો કમળો થયા બાદ ૧૩ દિવસની સારવાર દ્વારા નવજીવન આપ્યુ

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ત્રણ દિવસની નવજાત બાળકીમાં લોહીની વિસંગતતાના કારણે મગજનો કમળો તેમજ કીડની ઉપર ગંભીર અસર થઇ ગઈ હોવાથી ડાયાલીસીસ અને શરીરના સંપૂર્ણ લોહીને બદલવાની પ્રક્રિયા કરીને સતત ૧૩ દિવસની જહેમતને અંતે નવજીવન મળ્યું હતું.

સારવાર આપનારા બાળરોગનાં હેડ ડો. હસમુખ ચૌહાણ અને ડો. રેખા થડાનીના જણાવ્યા મુજબ બાળકીને સૌ પ્રથમ ગાંધીધામની એક હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ, તેને લોહીમાં ઉત્પન્ન થયેલી જટિલતાને કારણે અચાનક કમળાનું પ્રમાણ વધી જતા મગજ પર ખેંચ ચાલુ થઇ ગઈ હતી અને કીડનીને પણ ખુબ નુકસાન થયું હતું. આ નાજૂક હાલતમાં શિશુને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં એન.આઈ.સી.યુમાં દાખલ કરવાની સાથે શ્વાસમાં પણ તકલીફ હોવાથી વેન્ટીલેટરમાં મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. પથિક ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ રેસી. ડો. સૌમિલ પટેલ, ડો. કિંજલ પટેલ અને ડો. કરણ સરડવા દ્વારા પેરી ટોનીયલ ડાયાલીસીસ અને લોહી બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સારવાર અસરકારક નીવડતા ધીમે-ધીમે બાળકીના શરીરમાં કમળાનું પ્રમાણ અને કીડની પરની અસર ઓછી થવા લાગી. ખેંચ અને શ્વાસની તકલીફ ઘટતા તેને વેન્ટીલેટર પરથી સાદા ઓક્સીજન પર લેવામાં આવી, ત્યારબાદ માતાનું ધાવણ ચાલુ કરવામાં આવ્યું હતું. આમ, બાળરોગ વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની જટિલ સારવાર બાદ બાળકીને સફળતાપૂર્વક રજા આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.