ભુદેવ સેવા સમિતિ દ્વારા રામનાથ મહાદેવ મંદિરનું અભયભાઇ ભારદ્વાજના હસ્તે કરાયું ધ્વજારોહણ

નિતિનભાઇ ભારદ્વાજે પંચનાથ મહાદેવ મંદિરમાં કરી પૂજનવિધિ: કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ તથા બ્રહ્મ સમાજના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

ભુદેવ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજના હસ્તે રામનાથ મહાદેવ મંદિરમાં ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ધ્વજાની પૂજનવિધિ નિતિનભાઇ ભારદ્વાજના હસ્તે પંચનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવી હતી. આ સુંદર ધાર્મિક પ્રસંગમાં કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ તથા બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પંચનાથ મંદિરે ધર્મધ્વજાનું પૂજય પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વવાજની ઉપસ્થિતિમાં બ્રહ્મસમાજના અલગ અલગ તળગોડના પ્રમુખો અને સમસ્ત બહ્મસમાજના પ્રમુખ અને બ્રહ્મ સંસ્થાઓના પ્રમુખો હાજર રહ્યા હતા. શાસ્ત્રી જયભાઇ ત્રિવેદી અને શાસ્ત્રીજી ગોપાલભાઇ જાની દ્વારા વૈદીક મંત્રોચાર ધર્મધ્વજાની વિવિધ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાંચ બ્રહ્મ યુવાનો દ્વારા પદયાત્રા કરીને રામનાથ મહાદેવના મંદિર સુધી ધ્વજાને લઇ જવા પ્રસ્થાન કરાયુ હતું.

રામનાથ મંદિરે રાજય સભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજના હસ્તે રામનાથ દાદાની પુજા વિધિ અને ધર્મધ્વજા રોહણ કરવામાં આવ્યુ હતું. શાસ્ત્રીજીઓ દ્વારા રામનાથ મહાદેવ મંદિરે લઘુ રૂદ્ર કરવામાં આવ્યો હતો.

આધ્વજા રોહણ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના અગ્રણી અને વોર્ડ નં.૭ના કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, સતર તાલુકાના પ્રમુખ મહેશભાઇ ત્રિવેદી, જયદીશભાઇ ત્રિવેદી, જેે.પી.ત્રિવેદી, પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ પંડીત, શ્રીમાળી બ્રહ્મસમાજના ડો. રાજેશભાઇ ત્રિવેદી અને અરવિંદભાઇ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શીતભાઇ જાની, પૂર્વ પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય, નથુ તુલશી બ્રહ્મસમાજના શીરીષભાઇ વ્યાસ, ડો. અતુલભાઇ વ્યાસ પ્રમુખ, ઔદિવ્ચ ઝાલાવાડી બ્રહ્મસમાજ, ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રહ્મસમાજના શીરીષભાઇ ભટ્ટ, નલિનભાઇ ભટ્ટ, ઔદિચ્ય ખરેડી બ્રહ્મસમાજના પ્રમુખ પ્રદિપભાઇ દવે, હડીયાણા ચોવીસ બ્રહ્મ સમાજના અગ્રણી ચિરાગભાઇ ઠાકર, શ્રીગોળ બ્રહ્મસમાજના અગ્રણી અજયભાઇ જોષી, રેલ્વે બહ્મસમાજના પરાગભાઇ મહેતા ગાંધીગ્રામ બ્રહ્મસમાજના યુવા અગ્રણી જયોતીન્દ્રભાઇ પંડયા અને પૂજનભાઇ પંડયા ઉપસ્થિતિ રહ્યા હતા.

આ ધ્યજારોહણ કાર્યક્રમને સફળ બનાવવા ભુદેવ સેવા સમિતિના દિલીપભાઇ જાની અને મયુરભાઇ વોરાના માર્ગ દર્શન હેઠળ વિશાલભાઇ ઉપાધ્યાય, નિરજભાઇ ભટ્ટ, વિમલભાઇ અધ્યારૂ, મનનભાઇ ત્રિવેદી, ‚ચીકભાઇ ઉપાધ્યાય, સંદિપભાઇ પંડ્યા, પ્રશાંતભાઇ પંડ્યા, મીતભાઇ ભટ્ટ, કિશનભાઇ પંડ્યા, વિમલભાઇ જોષી, ભરતભાઇ દવે, શીરીષભાઇ વ્યાસ, આકાશભાઇ મહેતા, પ્રિતેષ ત્રિવેદી, માનવભાઇ વ્યાસ, યજ્ઞેશભાઇ ભટ્ટ, હિતેષભાઇ, પાર્થભટ્ટ, અપર્ણભાઇ જોશી, પ્રશાંતભાઇ વ્યાસ, પ્રણવભાઇ પુચ્છક, મેહુલભાઇ ભટ્ટ, અક્ષયભાઇ વ્યાસ, વિરાજભાઇ જોશી, સિધ્ધાર્થભાઇ દેશાઇ, અર્જુનભાઇ શુકલ, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, પરાગભાઇ મહેતા વગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી છે.

Loading...