Abtak Media Google News

કોરેગાંવ-ભીમ હિંસા મામલે ધરપકડ કરાયેલાં 5 માનવાધિકાર કાર્યકર્તાઓની તત્કાલ મુક્તી અને તેમની ધરપકડ મામલે SIT તપાસની માગવાળી ઈતિહાસકાર રોમિલા થાપર અને અન્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતાં તમામ પાંચેય કાર્યકર્તાઓને વધુ 4 અઠવાડીયા સુધી નજરકેદ રાખવાના આદેશ આપ્યાં છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુ઼ડની બેંચે 20 સપ્ટેમ્બરે બંને પક્ષોના વકીલની દલીલ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન વરિષ્ઠ અધિવક્તા અભિષેક મનુ સિંઘવી, હરીશ સાલ્વેઅને અતિરિક્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતપોતાની દલીલ રજૂ કરી હતી.

બેંચે મહારાષ્ટ્ર પોલીસને આ મામલે ચાલી રહેલી તપાસ સંબંધિત કેસ ડાયરી રજૂ કરવાનું કહ્યું હતું. પાંચ કાર્યકર્તા વરવરા રાવ, અરૂણ ફરેરા, વરનોન ગોન્ઝાલ્વિસ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા 29 ઓગસ્ટથી પોત પોતાના ઘરમાં નજર કેદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.