Abtak Media Google News

ન્યાય યાત્રામાં ધાર્યા કરતા પણ વધુ લોકો જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ: હાર્દિક

છેલ્લા કેટલાય સમયી પાટીદાર અનામત આંદોલન નબળું પડી રહ્યું હોવાનું અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા નહીં હોવાનો માહોલ હતો તેમાં બોટાદ અને ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પાસ દ્વારા નીકળેલી ન્યાય યાત્રાને ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો તેના કારણે આંદોલનને ફરી વેગ મળવા પામ્યો છે. પાસના અગ્રણીઓ પણ બન્ને જિલ્લામાં મળેલા આવકારના કારણે આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ નવા કાર્યક્રમ કરવા તૈયારી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લો ભાજપનો ગઢ મનાય છે ત્યારે સનિક વિસ્તારોમાં હાર્દિકની સભાી લઇને તેને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તે પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પાસના કન્વિનર હાર્દિક પટેલની સો મુંડન કરાવવા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. એકતરફ રાજયમાં પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે છે તે સમયે જ પાટીદાર સમાજના ગ્રામ્ય વિસ્તારમાં જયાં પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે ત્યાં પાસના નેતા હાર્દિક પટેલની યાત્રામાં પાટીદાર સમાજના હજ્જારો લોકો પહોંચ્યા હતા. ભાજપ દ્વારા રાજયભરમાં વિસ્તારક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને બૂ કક્ષા સુધી તા ઘર-ઘર સુધી પહોંચવા માટે પણ કાર્યકરોની માર્ગદર્શક શિબિરોનો પ્રારંભ ઇ ચૂકયો છે ત્યારે પાસની યાત્રા સૌરાષ્ટ્રના બન્ને જિલ્લામાં છવાઇ ગઇ હતી.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાટીદાર સમાજને જે અન્યાય કરવામાં આવ્યો છે તેના પ્રતિકસમી ન્યાય યાત્રામાં લોકોએ સ્વયંભૂ જોડાઇને પોતાનો અવાજ બુલંદ કર્યો છે. બોટાદ પછી ભાવનગર જિલ્લામાં પણ અમને ખરેખર ધાર્યા કરતા પણ વધુ સારો પ્રતિભાવ મળ્યો છે અને સભા પણ સફળ વા પામી છે જેના કારણે પાસના કાર્યકરોમાં ફરી એક વખત આંદોલન વધુ ધમધમતું કરવાનો ઉત્સાહ સર્જાયો છે.  આ જિલ્લાઓમાં લાઠીદડ, રોહિશાળા, ધોળા, વરતેજ, કણકોટ, સિદસર, બુધેલ અને નિલમબાગ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પાટીદાર સમાજના લોકો ન્યાય યાત્રામાં જોડાયા હતા. પાસના અન્ય અગ્રણીના જણાવ્યામુજબ આ વિસ્તારો સામાન્ય રીતે ભાજપનો ગઢ ગણાય છે. ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણીી લઇને સાંસદ, ધારાસભ્યો પણ અહીં મોટી સંખ્યામાં છે. રાજય સ્તરના મોટા મોટા કાર્યક્રમો પણ તાજેતરમાં આ વિસ્તારોમાં યોજાયા હોવાી અમારી ગણતરી હતી તેના કરતા વધુ લોકો આવ્યા હતા. આ વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ છતાં પાસના કાર્યક્રમોમાં નોંધપાત્ર હાજરીના કારણે ભવિષ્યમાં આ પ્રકારના વધુ કાર્યક્રમો હા ધરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતોકે, પાટીદાર ઉપરાંત અન્ય સમાજના લોકો, ખેડૂતો અને વિવિધ વર્ગના બેરોજગાર યુવાનો પણ યાત્રામાં કે અન્ય સ્ળોએ સ્વાગત કરવા અને હાર્દિકને સાંભળવા ઉપસ્તિ રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.