Abtak Media Google News

મે શાયર તો નહીં…

જામનગરનું ગૌરવ એવા દુર્લભજી સાથે શંકર જયકિશન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, લતા મંગેશકર સહિતના નામાંકીત ગાયકોના ગીતોનું રેકોડીંગ કર્યું હતું

ફિલ્મ ક્ષેત્રે હરહંમેશ લોકો પડદા પરના કલાકારોને બિરદાવતા હોય છે પરંતુ ખરાઅર્થમાં જે પડદા પાછળનાં કસબીઓ છે તેને લોકો ભુલી જતા હોય છે ત્યારે એવી જ એક પ્રખર વ્યકિતત્વ કે જેને બોલિવુડનાં ૧૩૦૦૦ જેટલા ગીતોનું રેકોર્ડિંગ કર્યું હતું તેવા દુર્લભજી ભણશાલીનું ૯૫ વર્ષની વયે નિધન થયું છે તેઓ મુળ જામનગરનાં વતની હતા જે સૌરાષ્ટ્ર માટે એક ગૌરવ માનવામાં પણ આવે છે. દુર્લભજી ભણશાલી માત્ર ૯ ચોપડી જ ભણેલા હતા પરંતુ તેમની સુઝ મ્યુઝીક પર એટલી મજબુત હતી કે તેઓ ગીતનાં શબ્દો ઉપરથી જ નકકી કરી લેતા હતા કે આ મ્યુઝીક ઉપર કયું ઈન્સ્ટુમેન્ટ આપવું તે બખુબી રીતે જાણતા હતા. એક સમય એવો આવ્યો કે તેઓ તેમના કામથી અંદાજે ૩ મહિના જેટલા દુર રહ્યા હતા. વરસાદની ઋતુ હોવાથી તેમના પરીવારે શિવ મંદિરે દર્શન કરવા જવાનો વિચાર કર્યો હતો જે સમયગાળા દરમિયાન તેઓએ શિવની પુજા અને આરાધના વરસાદ સમયમાં કરી ત્વરીત જ બીજા દિવસે તેમને જે કાનમાં સાંભળવાની જે તકલીફ ઉદભવિત થતી હતી તેમાંથી તેઓ બહાર આવી ફરી તેમના મનગમતા કામ ઉપર લાગી ગયા હતા. રેકોર્ડિસ્ટ ભણશાલી માટે આ ઘટના ચમત્કારીક હોવાનું પણ સામે આવ્યું હતું.

Maxresdefault 1

નામાંકિત ગાયક જેવા શંકર જયકિશન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, લતા મંગેશકર સહિતનાં નામાંકિત ગાયકોનાં રેકોર્ડિંગ દુર્લભજી ભણશાલીએ કરેલા હતા અને આ તમામ ગાયકોની પણ દિલની ઈચ્છા રહેતી હતી કે તેમના ગીતોનું રેકોર્ડ દુર્લભજી દ્વારા જ કરવામાં આવે. દુર્લભજી એક સમયે ત્રણ માસ જેટલા સમયથી તેઓ તેમના કામથી દુર રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જામનગરનાં વતની દુર્લભજી ભણશાલી ટોન અને રીધમ ઉપર એ પ્રકારની પકડ મેળવી હતી જેનાથી ગીતો હિટ થતા હતા અને ફિલ્મોને પણ ધારી સફળતા મળી હતી.

ફિલ્મની સફળતા પાછળ ગીતનાં રેકોર્ડિંગનું ખુબ જ મહત્વ હોય છે. સારા ગાયક, સારું સંગીત, સારા શબ્દો આ બધાની સાથે સુંદર રેકોર્ડિંગ એ ગીતને ચાર ચાંદ લગાડે છે. દુર્લભજીભાઈએ કરેલા તમામ ગીતો જુના ગીતોનાં ચાહકોમાં અનેરી છાપ ઉપસાવી હતી. તેના દરેક રેકોર્ડિંગ ગીતો ખુબ જ જીણવટભરી દિર્ઘદ્રષ્ટિથી નાનામાં નાની સંગીતનાં પીસનું પણ ધ્યાન રાખતા હતા જેને કારણે તેમના તમામ ગીતો સદાબહાર બન્યા હતા.

Maxresdefault 2

દુર્લભજી ભણશાલીને મળવાપાત્ર જે ક્રેડિટ મળવી જોઈએ તે મળી શકી ન હતી પરંતુ તેમની સાથે જોડાયેલા તમામ ગાયકો તેમની શુઝ-બુઝથી આફરીન થયા હતા. ગાયકોનું માનવું છે કે, તેમની પાસે ટોન અને રીધમને લઈ ખુબ સારી સુઝ પણ જોવા મળતી હતી તે રેકોડિર્ંગ સમયે પુરતો લાભ તે ગીતને મળતો હતો. લક્ષ્મીકાંત પ્યારેલાલ દ્વારા ભણશાલીએ બોબી પીકચરનાં ગીતનું જે રેકોર્ડિંગ કર્યું હતું તેમાંની મે શાયર તો નહીં… કડી ગમી ગઈ હોવાનું જણાવ્યું છે. ચાર દાયકાઓથી સતત રેકોર્ડિંગ કરી રહેલા દુર્લભજી ભણશાલી અનેકવિધ નામાંકિત ગીતો જેવા કે સત્યમ, શિવમ, સુંદરમનું ટાઈટલ ટ્રેક, દોસ્ત દોસ્ત ના રહે, તેરે મેરે મિલન કી યે રેના, પિયા તુ અબ તો આજા સહિતનાં ગીતોનું રેકોર્ડિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ ગીતો અત્યંત લોકપ્રિય છે.

Img 20200505 Wa0011A

મુંબઈ ખાતે કામની શોધમાં નિકળેલા દુર્લભજી ભણશાલીને તે સમયે ઓડિયો એન્જીનીયરીંગને લઈ કોઈપણ પ્રકારનો આઈડિયા ન હતો પરંતુ તે તે સમયમાં મીનુ કતરક પાસેથી ઓડિયોની તાલિમ લીધી હતી. દુર્લભજી ભણશાલી કુલ ૯ ચોપડી જ ભણેલા હતા પરંતુ તેઓએ દેશનાં નામાંકિત મ્યુઝિક ડાયરેકટર જેવા શંકર જયકિશન, એસ.ડી.બરમન, આર. ડી. બરમન અને મદનમોહન સાથે રેકોર્ડિંગ કર્યા હોવાનું સામે આવ્યું હતું. તેમની ચીરવિદાયથી ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા તમામ ઉચ્ચ ગજાના ગાયકોએ ટવીટ કરી તેઓને શ્રદ્ધાંજલી પણ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.