Abtak Media Google News

બીસીસીઆઈના મીડિયા રાઈટસની થઈ હરાજી, પહેલા જ દિવસે ૪૪૪૨ કરોડ સુધી પહોંચી

બીસીસીઆઈનાં મીડિયા રાઈટસ માટે રિલાન્સ જીયો, સ્ટાર ઈન્ડિયા અને સોની પીકચર નેટવર્કએ રાઈરટસ માટે ઝંપલાવ્યું છે જે એક નવું રૂપ ધારણ કરશે. હરાજીનાં પ્રથમ દિવસે એક એવી ઘટના બની જે હરાજીમાં કોઈ દિવસ ન બની હોય, જેમાં પ્રમ દિવસે પાંચ રાઉન્ડ હરાજીનાં યોજાયા હતાં, જેમાં છેલ્લી હરાજીની રકમ ૪૪૪૨ કરોડ નોંધાઈ હતી. જે ૧૫ ટકાનો માર્કઅપ માર્જીન છે. આગલી હરાજી કરતા જે સ્ટાર ઈન્ડિયા પાસે ૨૦૧૨-૨૦૧૮ સુધીનું હતું. જેનાથી બીસીસીઆઈ ૩,૮૫૧ કરોડ સુધી પહોંચ્યું હતું.પ્રથમ દિવસે હરાજી બપોરનાં ૨ વાગ્યે શરૂ થઈ હતી અને ૬ વાગ્યે પૂર્ણ થઈ હતી. આ હરાજીમાં ડિજીટલ પ્લેટફોર્મને ધ્યાને લઈ હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં ૬ કંપનીઓએ ટેન્ડર ડોકયુમેન્ટ રજૂ કર્યા હતા, પરંતુ જેમાં ફેસબૂક, ગૂગલ અને યપટીવીએ હરાજીમાં ભાગ નહોતો લીધો પરંતુ જીસીઆર મારફતે રિલાયન્સ જીયોએ એન્ટ્રી કરતા અનેકવિધ કંપનીઓ ચકીત થઈ ગઈ હતી. એમની એન્ટ્રીથી સ્ટાર સ્પોર્ટસ તથા એસપીએનને ઘણી તકલીફ પડશે જે સ્પોર્ટસ એકસ્પર્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે.સ્ટાર, સોની અને જીયોએ ટેકનીકલ બીડનાં દસ્તાવેજો રજૂ કર્યા હતા અને તમામને બીડમાં સામેલ વા માન્યતા પણ મળી હતી. હરાજી ૪૧૭૬ કરોડી શરૂ થયું હતું જે ૪૪૪૨ કરોડ સુધી પહોંચ્યું હતું. આશ્ર્ચર્યની વાત એ છષ કે તમામ માન્યતા મેળવી ચુકેલી કંપનીઓ જીસીઆરમાં જ બીડ કરવા માંગે છે. બીસીસીઆઈ ૧૮ મેચો પ્રથમ વર્ષમાં રમાડશે, બીજા વર્ષમાં ૨૬ મેચો, ૩જા વર્ષમાં ૧૪, ચોથા વર્ષમાં ૨૩ અને પાંચમાં વર્ષમાં ૨૧ મેચો બીસીસીઆઈ મીડિયા રાઈટસ ત્રણ પ્રકારમાં વેંચે છે. જેમાં પ્રથમ ગ્લોબલ ટીવી રાઈયસ પ્લર રેસ્ટ ઓફ વર્લ્ડ, બીજુ ઈન્ડિયન રાઈ કોન્ટીનેન્ટ ડીજીટલ રાઈટ્સ પેકેજ અને ત્રીજુ ગ્લોબલ કોન્સોલીડેટ રાઈટ્સ પેકેજ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.