Abtak Media Google News

લક્ષ્મીનગરમાં કારખાનામાં પાર્ક કરેલી કારમાંથી ૯૬ બોટલ દારૂ પકડાયો

રતનપરના બે શખ્સો યુટીલીટીમાં ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂની ડીલીવરી કરવા રાજકોટ આવતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બેટી પાસે વોચ ગોઠવી રૂ.૧.૨૫ લાખની કિંમતની ૩૨૪ બોટલ વિદેશી દારૂ સાથે બંનેની ધરપકડ કરી યુટીલીટી કબ્જે કરી છે. જ્યારે લક્ષ્મીનગરમાં કારખાનામાં પાર્ક કરેલી અલ્ટ્રો કારમાંથી રૂ.૩૬ હજારની કિંમતની ૯૬ બોટલ વિદેશી દારૂ કબ્જે કરી નામચીન બુટલેગરની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રતનપર સાંગાણીનગરમાં રહેતા પ્રદિપસિંહ ઉર્ફે પદુભા દિલુભા ગોહિલ અને મયુરસિંહ ઉર્ફે લાલો નટુભા ગોહિલ નામના શખ્સો જી.જે.૩૩ટી. ૫૨૯ નંબરની યુટીલીટીમાં ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂ લાવતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. બી.ટી.ગોહિલસ, હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, અમીનભાઇ ભલુર અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કુવાડવા નજીક બેટી પાસે વોચ ગોઠવી રૂ.૧.૨૫ લાખની કિંમતની ૩૨૪ બોટલ વિદેશી દારૂ સાથે બંનેને ઝડપી રૂ.૫ લાખની કિંમતની યુટીલીટી કબ્જે કરી છે.

જયારે લક્ષ્મીનગર મેઇન રોડ પર આનવેલા ઉષા એન્જિનીયરીંગ નામના કારખાનામાં પાર્ક કરેલી જી.જે.૩જેએલ. ૮૨૩૨ નંબરની અલ્ટ્રોકારમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી, યુવરાજસિંહ ઝાલા, સંજયભાઇ કુમારખાણીયા અને જયંતીભાઇ ગોહિલ સહિતના સ્ટાફે રૂ.૩૬ હજારની કિંમતની ૯૬ બોટલ વિદેશી દારૂ સાથે અલ્ટ્રો કબ્જે કરી તપાસ કરતા કાર નામચીન બુટલેગર પ્રકાશ ઉર્ફે ચીકીડો જયસુખ દુધરેજીયાની હોવાનું અને નંદકિશોર સોસાયટીમાં રહેતા અજય ચના સાંગાણીને વિદેશી દારૂ આપ્યો હોવાનું ખુલતા બંનેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.