Abtak Media Google News

સૌરાષ્ટ્ર માટે રણજી ચેમ્પિયનશીપનો તખ્તો તૈયાર: ચોથા દિવસે બંગાળનો સ્કોર ૧૩૮/૩

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે જે રણજી ફાઈનલ મેચ રમાઈ રહયો છે તેમાં આજે ચોથો દિવસ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. હાલ જે રીતે વિકેટ ભાગ ભજવી રહી છે તે જોતા એ વાત સ્પષ્ટ છે કે, બંગાળના ખેલાડીઓને વિકેટ ઉપર ટકવું અત્યંત મુશ્કેલ સાબિત થશે. હાલ પીચ તુટતા બોલ કોઈક વખત નીચો રહી જતો હોય છે તો કોઈક વખત બાઉન્સ પણ થતો હોય છે જેના કારણે બંગાળનાં ખેલાડીઓને રમવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આજનો દિવસ બંગાળની ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે જયારે બીજી તરફ સૌરાષ્ટ્ર માટે રણજી ચેમ્પીયનશીપનો તખ્તો પણ તૈયાર થઈ ચુકયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ બંગાળની ૩ વિકેટો પડી ગઈ છે જેમાં પ્રેરક માંકડ, ચિરાગ જાની અને ધર્મેન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી છે. ૪૨૫ રનના જવાબમાં બાંગ્લાની ટીમ બેટીંગ કરતા પ્રારંભિક દિવસે જ ૩૫ રનનાં નીજી સ્કોર ઉપર ૨ વિકેટ ગુમાવી હતી. પ્રથમ દિવસની સરખામણીમાં બીજા અને ત્રીજા દિવસે જે સર્વાધીક રન થવા જોઈએ તે થઈ શકયા ન હતા જેના કારણે રણજી ફાઈનલનો મેચ અત્યંત રસપ્રદ તબકકામાં આવી ગયો છે.

4. Thursday 2

સૌરાષ્ટ્રની ટીમ ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે ત્યારે આ વખતે તેમને જીત મળવાની શકયતા અત્યંત પ્રબળ અને વધુ જોવા મળી રહી છે. આજના દિવસમાં સૌરાષ્ટ્રની ટીમ બંગાળને વહેલાસર આઉટ કરી રણજી ફાઈનલ જીતવા માટે તખ્તો તૈયાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, બંગાળ તરફથી રમતા રિદ્ધિમાન શહા વિકેટ ઉપર રમી રહ્યા છે ત્યારે બંગાળની ટીમ ફોલો ઓન નહીં કરે તેવી પણ આશા સેવાઈ રહી છે પરંતુ વિકેટ અન ઈવન થતાની સાથે જ જે મદદ બેટસમેનોને મળવી જોઈએ તે મળી શકતી નથી. કારણોસર સૌરાષ્ટ્ર માટે જીતની ઉજજળી તક સાંપડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.