Abtak Media Google News

IPLની ૧૧મી સિઝનમાં કેટલાક ખેલાડીઓને મોટી રકમ આપીને ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યા છે. આમાંથી કેટલાક ખેલાડીઓએ પૈસા વસૂલ પ્રદર્શન કર્યું છે તો કેટલાક પ્લેયર્સ ફ્રેન્ચાઈઝીઓના પૈસા પર પાણી ફેરવી નાંખ્યુ છે.  આ લિસ્ટમાં ક્રિસ ગેલ બેટ્સમેનોમાં સૌથી ટોચના સ્થાન પર છે. કિંગ્સ ઈલેવન પંજાબે ગેલને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પંજાબની ટીમને અત્યાર સુધી તેનો એક રન ૨૭,૯૭૨ રૂપિયામાં પડ્યો છે. બીજી તરફ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે ૧૨.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનું પ્રદર્શન અત્યાર સુધીમાં કંઈ ખાસ રહ્યો નથી. રાજસ્થાનને સ્ટોક્સનો એક રન ૪,૫૫,૫૩૯ રૂપિયામાં પડ્યો છે. પૈસા વસૂલ ખેલાડીઓની બાબતે સ્ટોક્સ લિસ્ટમાં સૌથી નીચે છે. ભારતનો વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈનાને ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૧ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તેનો એક રન ફ્રેન્ચાઈઝીને ૬,૬૯,૭૪૮ રૂપિયામાં પડ્યો છે. આઈપીએલની ૧૧મી સિઝનમાં કેટલાક દિગ્ગજ પ્લેયર્સ તેમના નામ અનુસાર દેખાવ કરી શક્યા નથી.

સનરાઈઝ્સ હૈદરાબાદે બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડ શાકિબ અલ હસનને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે પૈસા વસૂલ પ્લેયર્સની યાદીમાં ચોથા નંબરે છે. હૈદરાબાદને તેનો એક રન ૩૪,૪૩ રૂપિયામાં પડ્યો છે. દિલ્હી ડેયરડેવિલ્સના વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયને દોઢ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીને અત્યાર સુધી તેનો એક રન ૩૫,૪૧૯ રૂપિયામાં પડ્યો છે. પૈસા વસૂલ પ્રદર્શન મામલે બેટ્સમેનોની શ્રેણીમાં તે પાંચમા નંબર પર છે. લીગ આગળ વધવા પર આ આંકડાઓમાં ફેરફાર આવવાની પૂરેપૂરી સંભાવના છે.

વધારે કિંમત અને બેકાર પ્રદર્શનમાં બેન સ્ટોક્સ અને રૈના બાદ ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ લિનનો નંબર આવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને ૯.૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પરંતુ બલ્લાથી અત્યાર સુધી કિંમતની સરખામણીમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. અત્યાર સુધી તેનો એક રન ૩,૬૦,૯૦૨ રૂપિયામાં પડ્યો છે. પૈસા વસૂલ લિસ્ટમાં તેનું નામ નીચેથી ત્રીજા નંબર પર છે. કિંમતની સરખામણીમાં ખરાબ પ્રદર્શન કરનાર બેટ્સમેનોમાં હવે પછીનો નંબર દિલ્હી ડેયરડેવિલ્સમાં ઓલરાન્ડરના રૂપમાં સામેલ ક્રિસ મોરિસનો છે. દિલ્હીએ તેને ૧૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેનો એક રન ૩,૩૭,૯૪૨ રૂપિયામાં પડ્યો છે. તે ચોથા નંબર પર છે. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે દિગ્ગજ ખેલાડીના રૂપમાં ૧૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનો એક રન ૩,૨૪,૦૦૬ રૂપિયામાં પડ્યો છે અને તે આ બાબતે પાંચમા સ્થાને છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.