Abtak Media Google News

આત્મ નિર્ભર યોજના નાના રોજગારી મેળવનારને થશે ફાયદારૂપ: સોનલબેન

વડોદરામાં રાજય સરકારના નિર્ણયથી લોકડાઉન વચ્ચે ધંધા રોજગારને ગતિ મળી રહે છે. કોરોનાથી બચવા માટે પીપીઇ કીટ સહિત જરૂરી કાળજી સાથે બ્યુટી પાર્લર સંચાલકોએ પોતાનો વ્યવસાય શરૂ કરી દીધા છે.

સોનલ રેવતી વડોદરાના વાઘોડીયા રોડ વિસ્તારમાં ઉમા ચાર રસ્તા ખાતે  રેવતી પાર્લર ફોર લેડીઝ ચલાવે છે. રાજ્ય સરકારે લોકડાઉનની વચ્ચે શરતોને આધિન રહીને ઘણા ધંધા રોજગાર શરૂ કરવાની છૂટ આપી છે. જેી લોકોને સેવા પણ મળી રહે અને વ્યવસાયકોરો રોજગારી મળતી થાય.

બ્યુટી પાર્લરના વ્યવસાય સો જોડાયેલા સોનલબેને કહે છે કે, છેલ્લા દસ વર્ષી આ પાર્લર ચલાવું છું.  મારે ત્યાં ગ્રાહકો એપોઇન્મેન્ટ મેળવીને આવે છે, લોકડાઉન પૂર્વે અર્ધી-પોણી કલાકની રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી. કોરોનાને લીધે લોકડાઉન જાહેર કરવામાં આવતા આ પાર્લર સર્વિસ બંધ હતી. હાલમાં રાજય સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપી છે જેના લીધે પુન: ધબકતું થયું  છે. મેં પણ મારા પાર્લરને ફરી શરૂ કર્યુ છે અને તે પણ ઘણી સાવચેતીઓ સો. હાલમાં ગ્રાહકો અગાઉની જેમ જએપોઇમેન્ટ મેળવીને આવે છે પરંતુ સોશિયલ ડિસ્ટનસીંગ જળવાય તે હેતુી ઓછા ગ્રાહકો હોય છે. તેમને પણ તેમની સાવચેતી માટે ચિંતા રહે તે સમજી શકાય છે. પરંતુ  સંપૂર્ણ કિટ, ગ્લોવ્ઝ  અને માસ્ક પહેરીને સર્વિસ આપું છે. વધુ સંપર્ક અને સ્પર્શ ન રહે તે માટે આઇબ્રો માટે રેડીંગને બદલે વેક્સીંગ પધ્ધતિનો ઉપયોગ કરું છું. આથી બને તેટલો ઓછો સ્પર્શ કરવાનો રહે.

રાજય સરકારે લોકડાઉનમાં રાહતો આપી ત્યારે પાર્લર શરૂ કરતા પહેલા પાર્લર ત્રણ વાર સેનિટાઇઝ કર્યુ. પાર્લર શરૂ કર્યા પછી પણ દિવસમાં ત્રણ વાર પાર્લર સેનિટાઇઝ કરવામાં આવે છે. પાર્લરમાં પ્રવેશ મેળવતા પહેલા હેલ્પર અને ગ્રાહકો તથા હું, બધાના હાથ સાફ કરવામાં આવે છે. બધાને માસ્ક પહેરીને આવવાનું ફરજિયાત છે તા ગ્રાહકોને સર્વિસ આપતા પહેલા હું પીપીઈ કિટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરું છું.

રાજય સરકારે લોકડાઉનમાં રાહતો આપી આત્મનિર્ભર ગુજરાત બનાવવા રૂ.૧ લાખની લોન જાહેર કરી છે, જે નાના રોજગારોને ઉપયોગી થાય તેમ છે. રાજ્ય સરકાર આ લોનના ૬ ટકા  ચૂકવશે અને લોન લેનારે માત્ર બે ટકા વ્યાજ ચૂકવવાનું છે તે પણ છ માસ પછી હપ્તા શરૂ થશે જેની રકમ પણ ઘણી ઓછી છે. આથી નાના રોજગારી મેળવતા હોય તેમને ભાડા સહિતના નાના – મોટા ખર્ચાઓમાં ઉપયોગી થશે. રાજ્ય સરકારના આ નિર્ણય માટે તેમનો ખૂબ ખૂબ આભાર. મને એ વાતની ખુશી છે કે મારા જેવા કેટલાય નાના વ્યવસાયકારો છે તે ફરીથી ઉભા થઈ શકશે.

રેવતી પાર્લરના ગ્રાહક જાનકી પટેલે કહ્યું કે, હાલમાં કોરોના ને લીધે લોક ડાઉન હતું તેમાં રાજ્ય સરકારે રાહત આપતા પાર્લર સર્વિસ મેળવી શકાય છે. સોનલ બેને સાવચેતી ના તમામ પગલાં લીધા છે. તેઓ કીટ, ગ્લોવઝ અને માસ્ક પહેરીને સર્વિસ આપે છે. જે તેમના અને ગ્રાહકો એમ બધા માટે ઉપયોગી છે. તેમણે તેનું પાર્લર અને સાધનો સેનીટાઇઝ કર્યા છે. દિવસમાં ત્રણ વાર તે સેનીટાઇઝ થાય છે.

આવા જ એક બીજા ગ્રાહક તૃપ્તિ કોઠારી એ જણાવ્યું કે, હું બે વર્ષ થી અહીં આવું છું, આમની સર્વિસ સારી છે સલામતી અને સાવચેતીના તમામ પગલાં લઈને કામ કરી રહ્યા છે. તે અને ગ્રાહક તથા તેના હેલપર પણ માસ્ક પહેરે છે, હા સાફ કરે છે. જે બધા માટે ઉપયોગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.