બીટકોઇનમાં કામ કરનાર ચેતજો: પાંચ લાખ લોકોને આઇટી દ્વારા નોટિસ ‘ફટકારાઇ’!

bit coin
bit coin

હજુ ગયા અઠવાડીયે જ આવકવેરા વિભાગે ૯ બિટકોઇન એકસચેંજો પર દરોડા પાડયા હતા

ડિજિટલ કરંસી બિટકોઇનમાં રોકાણ અને કારોબાર કરવાના મામલામાં પોતાની તપાસનો દાયરો વધારતા આવકવેરા વિભાગે દેશભરમાં ૪  થી પ લાખ અતિ ધનાઢય વ્યકિતઓને નોટીસ ઠપકારી છે આઇ.ટી. દ્વારા એવા લોકોને નોટીસ ઠપકારાઇ છે જેઓ બિટકોઇન એક્ષચેંજોમાં રોકાણ વેપાર કરતા હતા.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે આવકવેરા અધિકારીઓએ આ મામલામાં ગયા અઠવાડીયે આ પ્રકારના ૯ એક્ષચેંજોનો સર્વે કર્યો હતો.

આ પગલું ટેકસ ચોરી પર લગામ કસવા માટે લેવામાં આવ્યું છે.

આઇ.ટી. અધિકારીઓના જણાવ્યા મુજબ બિટેકાઇનમાં રોકાણ, વેપાર કરનારા આશરે ૪ થી પ લાખ લોકોને સર્વે બાદ નોટિસ મોકલવામાં આવી છે. નોટિસ અંતર્ગત તેમની પાસેથી તેમના આર્થિક વ્યવહારોની સંપૂર્ણ વિગત માગવામા આવશે. તેના પરથી ટેકસ ડીમાંડ નકકી થશે. નોંધવું ઘટે કે અત્યારે બિટેકોઇન જેવી ડીજિટલ કરંસીઓ હાલ તુર્ત ગેરકાયદેસર છે. આવકવેરા વિભાગે વર્તમાન જોગવાઇઓ અને ધારા-ધોરણો મુજબ કાર્યવાહી કરી છે.

હજુ ગયા અઠવાડીયે આઇ.ટી. વિભાગે દિલ્હી, બેગ્લોર, હૈદરાબાદ, કોચી, ગુડગાંવ સહીત ૯ બિટકોઇન એકસચેંજો પર દરોડા પાડયા હતા.

Loading...