Abtak Media Google News

સવારે વહેલા ઉઠીને હું તો કસરત રોજ કરું છું… શું તું કરે છે ? અત્યારે પૂછાતો એક સવાલ. ત્યારે હવેના સમયમાં બહારનું ખાવાનું વધી ગયું છે ત્યારે હવે દરેક માટે નાનાથી લઈ મોટા સુધી કસરતને ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ હવે સેહત માટે દરેક વિશેષ ધ્યાન લેતા હોય છે. ત્યારે બધા કસરત કરતાં હોય છે પણ તેની સાચી રીત કઈ ? તો ત્યારે તે કોઈને ખબર હોતી નથી. ત્યારે આજે અમે તમને કસરત કઈ રીતે કરવી તેની ખૂબ સરળ રીત કહીશું.

સૌ પ્રથમ કસરત તે વહેલી સવારે કરો તેનાથી તમારા સ્વાસ્થ્યને લાભ અવશ્ય થશે. જો તમે વહેલી સવારે ના કરો તો તેને રાતે ખાલી પેટે કરવી જોઈએ. જો તમને ના આવડતી હોય તો જે વડીલ ઘરમાં રોજ કરતાં હોય તેની પાસેથી સલાહ લ્યો. ત્યારબાદ તેની શરૂઆત કરો.

આટલું કર્યાબાદ દરરોજ અમુક સમય કસરતનો નિશ્ચિત કરો. તેનાથી તમારું ધ્યાન તેમાં જ રહેશે અને તમે એકદમ એક ચિતે કસરત કરી શકશો. સાથે સમય પર ધ્યાન લેવાથી તમે ખૂબ સરળ રીતે ધીમે-ધીમે તે બાબત સાથે સજાગ થઈ શકશો.

શરૂઆતમાં સમય સાથે કસરત કરતાં રહો. જો વધુ કરશો તો તેનાથી અમુક નુકશાન તમારી સેહતને થશે. શરૂઆતમાં થોડી કસરત કરો ધીમે-ધીમે તમે તેને વધારી શકો છો. પહેલા સહેલી કસરત કરો અને પછી સમય તેને વધારો.

જો તમે સાવ નવા હોવ કસરતમાં તો ઘરમાં યોગા મેટ વસવો અને તેના પર કરો તેનાથી સરળતા રહેશે. સાથે કસરત કરવાનું એક સ્થાન નક્કી કરો અને વધુ વિચારો તે સમયે ના કરો. સાથે નેટ પર જોઇને શિખતા જાવ તેનાથી તમને કસરત કરવામાં મજા આવશે અને માહિતી પણ મળી જશે.

તો આ રીતે થઈ શકે છે કસરતની શરૂઆત જો આવી નાની બાબતોનું ખ્યાલ રાખો તો તમને પણ કસરત ઘણું શીખવશે અને અનેક લાભ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.