પૂ. મહંત સ્વામીને શિલાન્યાસ મહોત્સવનું આમંત્રણ આપી આશીર્વાદ પ્રાપ્ત કરતા પાટીદાર આગેવાનો

અમદાવાદ ખાતે જગત જનની માઁ ઉમિયાનું વિશ્વનું સૌથી ઉંચુ મંદીર નિર્માણ થવા જઇ રહ્યું છે. ત્યારે તેની શિલાન્યાસ વિધિ આગામી સમયમાં યોજાનાર છે તેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અને ગુજરાતભરના પાટીદારોને શિલાયન્સ મહોત્સવના આમંત્રણ અપાઇ રહ્યા છે. મહોત્સવનું વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ દિપકભાઇ પટેલ,ત્રિકમભાઇ, સુરેશભાઇ વગેરે પાટીદાર શ્રેષ્ઠીઓએ બીએપીએસ સંસ્થાના અઘ્યક્ષ પ.પૂ. મહંત સ્વામી મહારાજને આમંત્રણ આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Loading...