Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં પણ અર્ધાથી પાંચ ઈંચ સુધી વરસાદ: બાબરામાં ૫, જોડિયામાં ૪, ધ્રોલ-લાઠીમાં ૩, વઢવાણ-કલ્યાણપુર-સાવરકુંડલામાં ૨-૨ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબરનું જામ્યું છે. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર હેત વરસાવી રહેલા મેઘરાજાએ સોમવારે દક્ષિણ ગુજરાતમાં મહેર વરસાવી હતી. વલસાડ અને પારડીમાં ૧૧ ઈંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે. તો સૌરાષ્ટ્રમાં પણ અર્ધાથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સ્ટેટ કંટ્રોલ‚મના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૨૯ જિલ્લાઓના ૧૫૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં ૨૭૭ મીમી એટલે કે ૧૧ ઈંચથી વધુ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચિખલીમાં ૧૦ ઈંચ, ગણદેવીમાં ૮ ઈંચ, જલાલપોરમાં ૩ ઈંચ, ખેર ગામમાં ૭ ઈંચ, નવસારીમાં ૩ ઈંચ, વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૮ ઈંચ, કપરાડામાં ૫ ઈંચ, પારડીમાં ૧૧ ઈંચ, ઉમરગામમાં ૩ ઈંચ, વલસાડમાં ૧૧ ઈંચ, વાપીમાં ૮ ઈંચ, તાપી જિલ્લાના વાલોદમાં અઢી ઈંચ, દોલવાડમાં દોઢ ઈંચ, સુરત જિલ્લાના બારડોલીમાં ૩ ઈંચ, ચોર્યાસીમાં સવા ઈંચ, મહુવામાં ૨ ઈંચ, માંડવીમાં ૩ ઈંચ, માંગરોળમાં અઢી ઈંચ અને સુરત સિટીમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સોમવારે સતત ચોથા દિવસે મેઘમહેર ચાલુ રહી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા, લખતર, થાનગઢમાં ૧ ઈંચ,લીંબડીમાં પોણા બે ઈંચ, વઢવાણમાં અઢી ઈંચ, રાજકોટ જિલ્લાના ધોરાજી, ગોંડલ, જસદણ, લોધીકા, ઉપલેટામાં ૧ ઈંચ, જામકંડોરણા અને રાજકોટ શહેરમાં ૨ ઈંચ, જયારે પડધરીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લાના ટંકારામાં આ વખતે મેઘરાજાએ વિશેષ હેત રાખ્યું હોય તેમ ગઈકાલે ટંકારામાં વધુ ૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો વાંકાનેરમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. જામનગર જિલ્લાના ધ્રોલમાં ૩ ઈંચ, જામજોધપુરમાં દોઢ, જામનગરમાં ૨, જોડિયામાં ૪, કાલાવડમાં ૨ અને લાલપુરમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૧, કલ્યાણપુરમાં અઢી અને પોરબંદર જિલ્લાના કુતિયાણામાં અર્ધો, પોરબંદરમાં ૧ અને રાણાવાવમાં દોઢ ઈંચ, જૂનાગઢ જિલ્લામાં હળવા ઝાપટાથી ૧ ઈંચ, અમરેલી જિલ્લામાં બાબરામાં ૫ ઈંચ, અમરેલીમાં ૨ ઈંચ, બગસરામાં દોઢ, ધારી, જાફરાબાદ અને વડિયામાં ૧ ઈંચ, લીલીયામાં ૨ ઈંચ, લાઠી તથા સાવરકુંડલામાં અઢી ઈંચ, ભાવનગર જિલ્લાના મહુવામાં ૨ ઈંચ, ભાવનગર અને ગારીયાધારમાં દોઢ અને સિહોર તથા ઉમરાળામાં ૧ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.