Abtak Media Google News

લોકરોમાં જમા સામાન ચોરી અથવા તેને નુકસાન થાય તો ગ્રાહકોને વળતર ચુકવવાની જવાબદારી બેંકોની

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ તમામ બેંકોને ગ્રાહકોના લોકરોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા કહ્યું છે. બેંકોને આદેશ આપ્યો છે કે લોકરો સુરક્ષિત રહે અને તેમાં કોઈપણ પ્રકારની લાપરવાહી ના દાખવે જેને કારણે લોકર હોલ્ડર્સ એટલે કે ગ્રાહકોએ બેંકો પર દાવાઓ કરવા પડે. આ તમામ જાણકારી મંગળવારે સંસદમાં અપાઈ હતી.

આ ઉપરાંત, ફેયર ટ્રેડ રેગ્યુલેટર સીસીઆઈ (કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા) લોકર સર્વિસ ઉપલબ્ધ કરવા પર બેંકો દ્વારા કથિત વ્યાવસાયિક ગુટબંદીની પણ તપાસ કરી રહ્યું છે. રાજયસભામાં આપેલા એક લેખિત જવાબમાં નાણામંત્રી અ‚ણ જેટલીએ જણાવ્યું હતું કે, ફાઈનાન્શિઅલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ વિશેષ સર્કુલર નથી. નાણામંત્રી અ‚ણ જેટલીએ વધુમાં જણાવતા કહ્યું કે, આરબીઆઈ તરફથી બેંકોને સુચન કરવામાં આવ્યું છે કે લોકરોની સુરક્ષા બેંકોની જવાબદારી અને ફરજ છે અને તેમાં કોઈ પણ બેદરકારી ન થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતીય રીઝર્વ બેંક અને સરકારી ક્ષેત્રની ૧૯ બેંકોએ આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે, લોકરોમાં જમા સામાનની ચોરી અથવા તેને નુકસાન થશે તો તેનું વળતર આપવું બેંકની જવાબદારી નથી. બેંકોએ તર્ક-વિતર્ક કરતા કહ્યું હતું કે, ગ્રાહકોની સાથે અમારો સંબંધ મકાન માલિક અને કિરાએદાર જેવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.