બેંકના ૨,૯૦,૦૦૦ સભાસદો ઘેર બેઠા પસંદગીની ભેટ ઓર્ડર કરી મેળવી શકશે: નલિનભાઇ વસા

રાજકોટ નાગરિક સહકારી બેંક સભાસદ ભેટ વિતરણમાં ઇતિહાસ રચશે

નાગરિક બેંકના ‘૬૮’મા સપના દિનની વિશિષ્ટ ઉજવણી: સભાસદ ભેટ વિતરણ એપ અને આરએનએસબી ડિજિટલ ટ્રાન્ઝેકશન રિવોર્ડ પોર્ટલ લોન્ચ

એશિયાભરમાં સૌથી વધુ સભાસદો ધરાવતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. વધુ એક ઇતિહાસ રચવા જઇ રહી છે. બેંકનું આ વખતનું સભાસદ ભેટ વિતરણ કાર્ય ડીજીટલ માધ્યમી, ટેકનોલોજી અને વિવિધ સુવિધા હેઠળ શરૂ થયું છે. ડીજીટલ ક્રાંતિના ભાગરૂપે બેકના ૨,૯૦,૦૦૦ સભાસદો સભાસદ ભેટને મોબાઇલ એપી ઘેર બેઠા જ પસંદ કરી ઓર્ડર કરશે અને ભેટની ડિલીવરી પણ ઘેર બેઠા જ મળી જશે. ખાસ તો, કોરોના મહામારીના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કાર્ય કરવું જરૂરી છે. તેથી જ આપણી બેંકે નવતર આયોજન કરી, સભાસદો ઘેર બેઠા જ ભેટ મેળવી શકે તેવું અનોખું આયોજન કર્યું છે.’ આ મુજબની માહિતી બેંકના ચેરમેન નલિનભાઇ વસાએ  બેંકના ‘૬૮’મા સપના દિને આપી હતી.

૫ ઓક્ટોબરે બેંકનો સપના દિવસ અને બેંકના શિલ્પી અરવિંદભાઇ મણીઆરનો જન્મદિન પ્રસંગે બેંક દ્વારા યોજાયેલ સાદગીપૂર્ણ કાર્યક્રમમાં ચેરમેન નલિનભાઇ વસાએ RNSB GIFT 2020  એપ અને બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે RNSB REWARD PLATFORM (દરેક ડીજીટલ ટ્રાન્ઝેકશન માટે રિવોર્ડ) પોર્ટલ લોન્ચ ર્ક્યા હતા.

વસાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘બેંકના ૬૮મા સપના દિને સહુને હાર્દિક અભિનંદન. બેંકના વિકાસમાં પાયાનો પુરુર્ષા કરનાર અરવિંદભાઇ મણીઆર છે. તેઓની કાર્યપદ્ધતિ અને સતત માર્ગદર્શન મળ્યું છે. તેઓનું વિઝન સ્ટેટમેન્ટ હતું, ‘નાના માણસની મોટી બેંક’. આ સૂત્રને ચરિર્તા કરવા માટે, નાના માણસના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તેવી રીતે બેંકનું કામકાજ ાય છે. કાર્ય પદ્ધતિમાં પણ હંમેશા કેન્દ્રસને નાનો માણસ રહેલો છે. બીજું, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં આપણી બેંકે ૨૮ હજાર લોકોને ખૂબ જ ટૂંકાગાળામાં રૂા. ૩૫૧ કરોડની લોન મંજુર કરી છે. આમ, આ યોજનામાં આપણી બેંક સર્વાધિક કામગીરી સાથે ગુજરાતભરમાં સર્વપ્રથમ છીએ.

ગુજરાત સરકારે પણ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં આપણી કામગીરીને બિરદાવી વિશેષ પુરસ્કાર આપ્યા છે. બેંકના ધિરાણ ખાતેદારોમાં પણ આ વર્ષે નોંધપાત્ર વધારો નોંધાયો છે. કોરોના વૈશ્ર્વિક મહામારીના સમયમાં એક નોંધપાત્ર ઘટના એ બની છે કે બેંકિંગનું મહત્વ વધ્યું છે. કપરા સમયમાં પણ લોકોએ બેંકિંગ કાર્યો ર્ક્યા છે સાથોસાથ ટેકનોલોજીનો પણ ઉપયોગ ર્ક્યો છે.

બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘હવેનો જમાનો ટેકનોલોજી સો બેંકિંગનો છે. આ સુવિધાનો વધુને વધુ લોકો લાભ મેળવશે એવી મને આશા છે. બીજું, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ નાના માણસને સંકટ સમયે આર્થિક ટેકો આપ્યો છે. આ યોજનામાં બેંકના ચેરમેન નલિનભાઇ વસા અને સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતાના માર્ગદર્શની સહુએ સફળ કામ ર્ક્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.’

બેંકના સીઇઓ વિનોદકુમાર શર્માએ હાર્દિક આવકાર સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘કોરાના મહામારીના સંકટભર્યા સમયમાં પણ બેંકે પ્રગતિ જાળવી રાખી છે. સંચાલક મંડળના સદસ્યોના માર્ગદર્શની કર્મચારીગણ કઠીન જહેમત કરી, દરેક કામગીરી કરે છે. બેંકના ૬૮માં સપનાદિને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત ૬૮ ફાઇલ કરવાની અપીલ કરી અને સહુએ તેને વધાવી લક્ષ્યાંક પૂર્ણ ર્ક્યો છે. સહુને ખૂબ ખૂબ અભિનંદન.’

આ કાર્યક્રમમાં નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), જ્યોતીન્દ્રભાઇ મહેતા (ચેરમેન-નાફકબ), કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન-ડિરેકટર), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), અર્જુનભાઇ શિંગાળા (ડિરેકટર), હરિભાઇ ડોડીયા (ડિરેકટર), ગીરીશભાઇ દેવળીયા (ડિરેકટર), શૈલેષભાઇ ઠાકર (ડિરેકટર), જીમ્મીભાઇ દક્ષીણી (ડિરેકટર), દિપકભાઇ મકવાણા (ડિરેકટર), હંસરાજભાઇ ગજેરા (ડિરેકટર), કાર્તિકેયભાઇ પારેખ (ડિરેકટર), રાજશ્રીબેન જાની (ડિરેકટર), કિર્તીદાબેન જાદવ (ડિરેકટર), સુરેશભાઇ નાહટા (ડિરેકટર), પ્રદિપભાઇ જૈન (ડિરેકટર), મંગેશજી જોષી (ડિરેકટર), સતીશજી ઉતેકર (ડિરેકટર), બાવનજીભાઇ મેતલિયા (ડિરેકટર), ચંદ્રેશભાઇ ધોળકીયા (ડિરેકટર), વિનોદ શર્મા (જનલર મેનેજર-સીઇઓ), યતીનભાઇ ગાંધી (સીએફઓ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), કિર્તીકુમાર ઉપાધ્યાય (ડીજીએમ), મનીષભાઇ શેઠ (એ.જી.એમ.), જયેશભાઇ છાટપાર (એ.જી.એમ.), કામેશ્ર્વરભાઇ સાંગાણી (એ.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલીગેટ અને નાગરિક પરિવારજનો વિવિધ સ્થળોથી ડીજીટલ માધ્યમી ઉપસ્તિ રહ્યા હતા. કાર્યક્રમનું સરળ-સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ ર્ક્યું હતું.

Loading...