Abtak Media Google News

સાફ સૂથરું  મનોરંજન: અવ્વલ દરજજાની સપરિવાર જોઈ શકાય તેવી કોમેડી ફિલ્મ: વાય-ફિલ્મ્સના બેનર તળે પ્રોડયુસર આશિષ પાટિલની ભેટ

  • કલાકાર:રીતેશ દેશમુખ, વિવેક ઓબેરોય, રીયા ચક્રવર્તી
  • પ્રોડયુસર:આશિષ પાટિલ (વાય.ફિલ્મ્સ)
  • ડાયરેકટર:બમ્પી
  • મ્યુઝિક:રામ સંપત
  • ફિલ્મ ટાઈપ:કોમેડી મૂવી
  • ફિલ્મની અવધિ:૧૨૦ મિનિટ
  • સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ
  • રેટિંગ: ૫માંથી ૪ સ્ટાર

સ્ટોરી

યશરાજ ફિલ્મ્સની ફિલ્મ ધૂમ સીરીઝની પેરોડી એટલે બેંક ચોર ફિલ્મ બેંક ચોરની સ્ટોરી કઈંક આવી છે. ભલોભોળો મરાઠી યુવક ચંપક ચિપલુનકર તેના બે ઉત્તર ભારતીય સાગરીતો ગેંદા અને ગુલાબ સાથે ઈન્ડિયન્સ બેંક લૂંટવાનો પ્લાન ઘડે છે. ચંપકનેપિતાની બાયપાસ સર્જરી માટે નાણાંની જ‚ર હોય છે. જયારે ગેંદા અને ગુલાબ પાકિટમાર હોય . આ ત્રણેય નૌશીખિયા લૂટારા નવા નીશાળીયાની જેમ બેંક લૂંટવા નીકળે છે. અને પછી જે ફજેતો થાય છે. તેનાથી હાસ્યની છોળો ઉડે છે. બેંક ચોરને પકડવા સીબીઆઈ ઓફિસર અમજદખાન (વિવેક ઓબેરોય)ને મિશન સોંપાય છે. બેંકમાં ચંપક, ગેંદા અને ગુલાબ સહિત હજુ એક ચોર છે. તે કોણ છે? છેલ્લે સસ્પેન્સ શું છે? તે જાણવા તમારે બેંક ચોર ફિલ્મ જોવી જ પડશે. પરંતુ હા, મોબાઈલ પર નહિ, સિનેમાઘરમાં જઈને.

એક્ટિંગ

ફિલ્મ બેંક ચોરમાં રીતેશ દેશમુખે ભલાભોળા મરાઠી યુવક ચંપક ચિપલુનકરની ભૂમિકા ભજવી છે. તે પોતાના પિતાની બાયપાસ સર્જરી કરાવવા પૈસા ભેગા કરવા બેંક લૂંટવા આવે છે. અસલમાં રીતેશની ભૂમિકાનું સસ્પેન્સ છેક ફિલ્મના અંતે ખૂલે છે. કહેવુ પડશે કે રીતેશ દેશમુખ સમયની સો અભિનેતા તરીકે ઘડાયો છે. તેણે બેંક ચોર મરાઠી યુવક ચંપકની ભૂમિકા કી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યુ છે. ચંપકના સાગરીતોની ભૂમિકામાં પણ નવોદિત કલાકારોની પ્રસંશનીય કામગીરી છે. સીબીઆઇ ઓફિસર અમજદ ખાનની ભૂમિકામાં વિવેક ઓબેરોયમેદાન મારી ગયો છે.

ડાયરેક્શન

ફિલ્મ બેંકચોરનું ડાયરેક્શન બમ્પીએ કર્યુ છે. પ્રોડ્યુસર આશિષ પાટિલની કંપની વાય ફિલ્મ્સ નવોદિતોને તક આપે છે. બમ્પીએ બેંક ચોર ૧૨૦ મિનિટ એટલે કે બે કલાકની બનાવી છે. બમ્પીના ડાયરેક્શનમાં ફિલ્મ બેંક ચોર એક પારિવારીક મનોરંજક મૂવી બની છે. ભલે ફિલ્મમાં એક પણ ગીત ની છતાં દર્શકો બોર તા ની. હવે આગળ શું શે? તે મતલબનો રસ જળવાઇ રહે છે. બમ્પીએ વિવેક ઓબેરોય, રીતેશ દેશમુખ, રીયા ચક્રવર્તી અને અન્ય સપોર્ટીંગ કલાકારો પાસેી ધાર્યુ કામ કરાવ્યું છે. કલાકારોનો અનુભવ કહે છે કે ડાયરેક્ટર બમ્પી સો કામ કરવાની તેમને મજા આવી.

ઓવરઓલ

ફિલ્મ બેંક ચોર એક ઓછા બજેટની પણ ૧૨૦ મીનીટની મનોરંજક ફિલ્મ છે. ફિલ્મ સપરિવાર જોઇ શકાય તેવી છે. કેમકે, તેમાં વલ્ગર સીન કે ડબલ મીનીંગ ડાયલોગ ની. એકંદરે ફિલ્મ બેંક ચોર દરેક વર્ગના લોકોને ગમે તેવી છે. સિનેમા ઘરમાં દર્શકોને ખૂબ જ એન્જોય કરતા જોઇ શકાયા હતા. આજે પ્રમ દિવસે બેંક ચોરને દેશભરમાં સા‚ ઓપનિંગ મળ્યું છે. આ ફિલ્મ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન યિેટરોમાં ખૂબ ચાલશે તેમાં બેમત ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.