Abtak Media Google News

ધોરાજી શહેર અને તાલુકા ની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો નાં કર્મચારી ઓએ બેન્ક ઓફ બરોડા ની મુખ્ય શાખા પાસે એકઠા થઈને સુત્રોચ્ચાર નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અન્યાયી નિર્ણય પાછો માંગણી કરી હતી આ બાબતે કર્મચારી ઓનુ કહેવું છે કે આ પગલાં થી ઘણી બેન્ક ની શાખા ઓ બંધ થશે જેને લીધે અસંખ્ય કર્મચારી ઓની બદલીઓ થશે વર્ષો સુધી નવી ભરતી ન થવાથી યુવાનો માં બેરોજગારી વધશે બેન્કો ની ખોટ અને ગાફ ની વધવાની પણ શકયતા છે અને ગ્રાહકો ને પણ બેન્ક ની કામગીરી માટે નજીક ની શાખા બંધ થવાથી દુર સુધી લંબાવુ પડશે ત્યાથી પણ ભીડ અને કતાર નો સામનો કરવો પડશે આ ઉપરાંત મર્જર નાં કારણે ઉદભવેલી સ્થિતિ ને થાળે પડતાં વર્ષો લાગશે અને ત્યા સુધી માં સરકારી બેન્કો નો બીઝનેસ ખાનગી બેન્કો તરફ થી વળી જવાથી સરકારી બેન્કો મજબૂત વાને બદલે ઉલ્ટાની માંદી પડશે બેન્ક કર્મચારી ઓ નું માનવું છે કે મર્જર ને બદલે બેન્ક નાં નાણાં ડૂબાડનાર વીલફુલ ડીફોલ્ટરો સામે કડક પગલાં લઈ નાણાં ની વસુલાત કરવામાં આવે તો બેન્કો ની નાણાંકીય સ્થિતિ આપોઆપ મજબૂત થઈ જશે આજ નાં આ કાર્યક્રમ માં વિશાળ સંખ્યામાં બેન્ક કર્મચારી ઓએ ઉપસ્થિત રહીને સુત્રોચ્ચારો કર્યા હતાં :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.