એબીની ધમાકેદાર ઈનીંગના સહારે બેંગ્લોર ૧૭ રને જીત્યુ

250

આરસીબીએ સતત જીતની હેટ્રીક લગાવી: છેલ્લી ઓવરમાં ૨૭ રનની મદદથી સ્કોર ૨૦૦ને પાર પહોંચ્યો

આઈપીએલ ૨૦૧૯ની ૪૨મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબના સુકાની રવિચંદ્રન અશ્ર્વીને ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબ અને બેંગ્લોરે તેઓની ટીમમાં બે ફેરફારો કર્યા હતા. પંજાબની ટીમમાં નિકોલસ પુરન અને અંકિત રાજપુતને સમાવ્યો હતો જયારે બેંગ્લોરની ટીમમાં ટીમ સાઉધી અને વોશિંગ્ટન સુંદરને સ્થાન મળ્યું હતું.

ટોસ હાર્યા બાદ બેટીંગ કરતા આરસીબીએ ૨૦ ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવી ૨૦૨ રન કર્યા છે. બેંગ્લોર માટે રમી રહેલા એબીડી વિલીયર્સે આઈપીએલમાં પોતાની ૩૩મી અર્ધ સદી ફટકારતા સર્વાધિક ૮૨ રન કર્યા હતા. તેને ૪૪ બોલની ઈનીંગ્સમાં ૭ છગ્ગા અને ૩ ચોગ્ગા ફટકાર્યા હતા. તેને સાથ આપતા માર્કસ સ્ટોઈનીસે ૩૪ બોલ રમી ૩ છગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી ૪૬ રન નોંધાવ્યા હતા.

બન્નેએ પાંચમી વિકેટ માટે ૬૬ બોલમાં ૧૨૧ રનની ભાગીદારી નોંધાવી હતી. કિંગ્સ ઈલેવન પંજાબ માટે આર અશ્વિન, એમ અશ્વિન, મોહમદ શમી અને હાર્દસ વિઝલોઈને ૧-૧ વિકેટ ઝડપી હતી. ૨૦૩ રનનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૮૫ રન નોંધાવ્યા હતા.

કિંગ્સ ઈલેવન પંજાબ માટે નિકોલસ પુરને ૨૮ બોલમાં ૪૬ અને લોકેશ રાહુલ ૨૭ બોલમાં ૪૨ રન કર્યા હતા. તે બન્ને બેટ્સમેનને મળેલી શ‚આતને મોટા સ્કોરમાં ‚પાંતરીત કરવામાં નિષ્ફળ નિવડયા હતા. તે ઉપરાંત મયંક અગ્રવાલે પણ ૨૧ બોલમાં ૩૫ રન કર્યા હતા. આરસીબી માટે ઉમેશ યાદવે ૩ વિકેટ, નવદીપ સૈનીએ ૨ વિકેટ જયારે માર્કસ સ્ટોઈનીસ અને મોઈન અલીએ ૧-૧ વિકેટ ઝડપી હતી.

Loading...